✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Xiaomiએ લોન્ચ કર્યો Mi 6X સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Apr 2018 08:03 AM (IST)
1

ફોનને પાવર આપવા માટે 3010 એમએએચની બેટરી છે જે ક્વિકચાર્જ 3.0 ટેકનીકને સપોર્ટ કરે છે. 30 મિનિટમાં જ ફોનની 50 ટકા બેટરી ચાર્જ થઈ જાય છે. ફોનનું વજન 168 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં 4G LTE, ડ્યૂઅલ બેન્ડ વાઈ-ફાઈ, મીરાકાસ્ટ, બ્લૂટૂથ 5.0, યૂએસબી ટાઈપ સી જેવા પોર્ટ આપેલા છે. જોકે ફોનમાં 3.5એમએમ ઓડિયો જેક નહીં મળે. પરંતુ તેમાં એક્સીલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ સેન્સર, જાયરોસ્કોપ અને પ્રોક્સિમિટી સેન્સર છે.

2

નવા શાઓમી Mi 6Xમાં 5.99 ઈંચની ડિસ્પલે છે જે 18:9ના આસ્પેક્ટ રેશિયો સાથે આવે છે. ફોનને રેડ મી નોટ 5 પ્રો જેવો રાખવામાં આવ્યો છે. ડ્યૂલ સિમ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.1 ઓરિયો આધારિત MIUI 9.5 સોફ્ટવેર પર ચાલે છે.

3

ફોનના રિયર પર એક 12 મેગાપિક્લસ સોની iMax486 સેન્સર છે જે અપાર્ચર એફ/1.75 સાથે આવે છે અને સેકેન્ડરી કેમેરા 20 મેગાપિક્સલ સાથે આવે છે. ફોનમાં આગળ અને પાછળ બંને સેન્સરમાં સારા કલર્સ માટે AI સીન રિકગ્નિશન અને પોટ્રેટ મોડ છે. ફોનમાં ફેસ અનલોક અને ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

4

સ્માર્ટફોનની સૌથી ખાસ વાત તેમાં આપેલા કેમેરા છે જે સારી ક્વોલિટીની તસવીરો માટે AI ઈન્ટીગ્રેશન સાથે આવે છે. Mi 6X/Mi A2માં અપાર્ચર એફ/1.75, ફિક્સ્ડ ફોકલ લેન્થ અને સોફ્ટ-એલઈડી ફ્લેશ સાથે 20 મેગાપિક્સલ સોની iMax 376 સેલ્ફી સેન્સર છે.

5

નવી દિલ્હીઃ Xiaomiએ Mi 6X સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Xiaomiએ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોનને ચીનમાં લોન્ચ કર્યો છે. જણાવીએ કે Mi 6X સમાર્ટપોન ભારતીય માર્કેટમાં સ્ટોક એન્ડ્રોઈડથી સજ્જ Mi A2ના નામથી આવશે. શાઓમીએ પણ 6એક્સના કેમેરા એઆઈ ઇન્ટિગ્રેશન સાથે આવે છે અને તેમાં એન્ડ્રોઈડ 8.1 ઓરિયા પર આધારિત કસ્ટમ સ્કિન આપવામાં આવી છે. આ હેન્ડસેટ ભારતીય માર્કેટમાં ટૂંકમાં જ લોન્ચ થવાની શક્યા છે, કારણ કે Xiaomi Mi A1 ભારતમાં આઉટ ઓફ સ્ટોક થઈ ગયો છે.

6

Mi 6Xને ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરાયા છે. ફોનમાં 4GB રેમ અને 32GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,599 યુઆન (લગભગ 16,900 રૂપિયા) જ્યારે 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1799 યુઆન (લગભગ 19,000 રૂપિયા) છે. જ્યારે 6GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,999 યુઆન (લગભગ 21,000 રૂપિયા) છે. ચીનમાં 27 એપ્રિલથી પ્રી-બુકિંગ શરૂ થશે. સ્માર્ટફોનને રેડ, રોઝ ગોલ્ડ, બ્લૂ અને બ્લેક કલરમાં ઉપબલ્ધ કરાવાશે.

  • હોમ
  • ગેજેટ
  • Xiaomiએ લોન્ચ કર્યો Mi 6X સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.