Xiaomiએ લોન્ચ કર્યો DSLR જેવો કેમેરાવાળો સ્માર્ટફોન Mi A2, જાણો કિંમત અને ફીચર્સ
Xiaomi MI A2માં 4GB RAM + 32GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 249 યૂરો એટલે કે 20 હજાર રૂપિયા છે. જ્યારે 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 279 યૂરો એટલે કે 22,500 રૂપિયા રાખવામાં આી છે. જ્યારે 6GB RAM + 128GB સ્ટોરેજ ધરાવાત વેરિયન્ટની કિંમત 349 યૂરો એટલે કે અંદાજીત 28,000 રૂપિયા જેટલી થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફોનમાં 12 MPનું પ્રાઈમરી સોની IMX486 સેંસર અને બીજો સેકન્ડરી 20MP સોની IMX376 સેંસર છે. બંને કેમેરા લેન્સમાં f/1.75નું અપર્ચર છે. ખાસ વાતએ છે કે 20 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા સુપર પિક્સલ ટેકનોલોજી ધરાવે છે. જેના કારણે તમે DSLR જેવા આકર્ષક અને સારી ક્વોલિટીમાં ફોટોઝ કેપ્ચર કરી શકશો. આ ઉપરાંત આર્ટિફિશલ ઈન્ટેલિજેન્સ પણ આપવામાં આવ્યું છે.
Xiaomi Mi A2 માં 5.99 ઈંચનું ફૂલ HD ડિસ્પ્લે અને તેનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે. તેની બોડી મેટલની અને 7.3mm મોટી છે. જેમાં ડેયુલ રિયર કેમેરા છે અને બંને કેમેરા વચ્ચે એલઈડી ફ્લેશ છે. Xiaomi MI A2 ત્રણ વેરિયન્ટસમાં ઉપલબ્ધ છે- બ્લૂ, બ્લેક અને ગોલ્ડ.
નવી દિલ્હીઃ Xiaomiએ મંગળવારે શાઓમી મી એ2 અને મી એ2 લાઈટ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Mi A2 અને Mi A2 Lite એન્ડ્રોઈડ સ્માર્ટપોન સ્પેનમાં થનારી ગ્લોબલ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. શાઓમી મી એ2 વિતેલા વર્ષે કંપનીએ લોન્ચ કરેલ પ્રથમ એન્ડ્રોઈડ વન હેન્ડસેટ મી એ1નું અપગ્રેડ વર્ઝન છે. આ બંને સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -