Xiaomi રેડમી નોટ 4 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
તેના રિયર કેમેરાનો સેન્સર 13 મેગાપિક્સલ છે જે એફ/2..0 અપર્ચર, ડ્યુઅલ ટોન એલઈડી ફ્લશ અને પીડીએએફથી સજ્જ છે. સેલ્ફીના શોખીનો માટે અપર્ચર એફ/2.0, 85 ડિગ્રી વાઈડ એન્ગલની સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોન ફિન્ગરપ્રિન્ટ સેન્સર અને ઇન્ફ્રારેડ સેન્સરની સાથે આવે છે.
સ્માર્ટફોનનું વેચાણ 23 જાન્યુઆરીથી શરૂ થશે. આ સ્માર્ટપોન ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ ઉપરાંત કંપનીની પોતાની રિટેલ વેબસાઈટ મી ડોટ કોમ પર ઉપલબ્ધ હશે. હેન્ડસેટ ખરીદવા માટે રજિસ્ટ્રેશનની જરૂરત નહીં પડે.
કંપનીએ ભારતમાં રેડમી નોટ 4ના ત્રણ વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. વેરિઅન્ટ રેમ અને સ્ટોરેજ પર આધારિત છે. 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વાળા વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. જ્યારે 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે.
ચીનની ટેક્નોલોજી કંપની શ્યાઓમીએ ભારતમાં પોતોના રેડમી નોટ 4 હેન્ડસેટ લોન્ચ કર્યો છે. શ્યાઓમી રેડમી નોટ 4 હેન્ડસેટ કંપનીના ખૂબ જ લોકપ્રિય રેડમી નોટ 3નું અપગ્રેડ વર્ઝન છે. રેડી નોટ 4ને ચીનમાં વિતેલા વર્ષે ઓગસ્ટ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
શ્યાઓમી રેડમી નોટ 4 ફોનમાં 5.5 ઇંચ (1920 x 1080 પિક્સલ) ફુલ એચડી 2.5ડી કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોનમાં સ્નેપડ્રેગન 625 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 506 જીપીયૂ છે. ફોનમાં હાઈબ્રિડ સિમ સ્લોટ છે, એટલે કે બીજું સિમ સ્લોટ એસડી કાર્ડ સ્લોટની ભૂમિકા પણ ભજવશે. યૂઝર 128 જીબી સુધી માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકશે.
ફોનના ડાઈમેંશન 151x76x8.35 મિલીમીટર અને વજન 175 ગ્રામ છે. ફોનમાં 4100 એમએએચની બેટરી છે. આ ફોન એન્ડ્રોઈડ માર્શમૈલો આધારિત મીયૂઆઈ 8 પર ચાલે છે.