મીડિયા અહેવાલમાં દાવો, જિઓનો 4G VoLTE ફીચર ફોન કંઈક આવો હશે!, જાણો કેટલી હશે કિંમત
રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ બજારમાં સ્માર્ટફોન્સની સેવાઓમાં જોરદાર ધૂમ મચાવ્યા બાદ હવે ફીચર ફોન તરફ ઝંપલાવી રહી છે. અંદાજિત આંકડા અનુસાર ભારતમાં અત્યારે 65 ટકા લોકો ફીચર ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ તરફતી લોન્ચ કરવામાં આવેલ ફ્રી અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટા અને મોબાઈલ કોલિંગની સુવિધાએ લોકોને ખૂબ આકર્ષિત કર્યા હતા. વેલકમ ઓફર અંતર્ગત પહેલા આ સેવા 31 ડિસેમ્બર, 2016 સુધી ફ્રી હતી. પરંતુ ન્યૂ યર ઓફરની જાહેરાત બાદ આ ફ્રી ઓફરને 31 માર્ચ, 2017 સુધી વધારવામાં આવી છે.
તસવીરનું માનીએ તો આ ફોનમાં T9 કીપેડ અને ચાર બટનવાળો વચ્ચે D-pad હશે જે સામાન્ય રીતે દરેક ફીચર ફોનમાં હોય છે. તેના અન્ય સ્પેસિફિકેશનને લઈને અહેવાલમાં હાલમાં કોઈ જાણકારી આપવામાં આવી નથી.
નવી દિલ્હીઃ આ મહિનાની શરૂઆતમાં સમાચાર હતા કે રિલાયન્સ જિઓ 4G VoLTEવાળા ફીચર ફોન બજારમાં ઉતરશે. આ ફોનની કિંમત 1500 રૂપિયાથી પણ ઓછી હશે. હવે FoneArenaના અહેવાલ અનુસાર રિલાયન્સ જિઓનો ફીચરફોન લોન્ચ માટે તૈયાર છે. તેની સાથે જ એક તસવીર પણ ફોનએરિનાએ જારી કરી છે અને દાવો કર્યો છે કે આ જિઓનો અપકમિંગ ફીચર ફોન હશે. તેની કિંમત 1200 રૂપિયાની આસપાસ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -