Xiaomi Redmi Y2 ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસીફિકેશન
Redmi Y2 3 GB અને 32GB ઈન્ટરનલ મેમરીવાળા વેરિયન્ટની કિંમત 9,999 રૂપિયા છે. જ્યારે 4GB અને 64GB ઈન્ટરનલ મેમરીવાળા વેરિયન્ટની કિંમત 12,999 રૂપિયા છે. જેના માટે કંપનીએ એમેઝોન સાથે ટાઈઅપ કર્યું છે. 12 જૂનના રોજ પ્રથમ સેલ થશે. આઈસીઆઈસીઆઈ બેંકના કાર્ડથી ખરીદી કરવા પર 500 રૂપિયાનું ઈન્ટ્ંટ કેશબેક મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેના રિયર કેમેરાની વાત કરીએ તો એક કેમેરા 5 મેગાપિક્સલ અને બીજો કેમેરા 12 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. ફોન એન્ડ્રોઈડ ઓરિયો 8 પર કામ કરે છે અને ક્વાલકોમનું સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Redmi Y2નો સ્ટેન્ડાબાય ટાઈમ 31 દિવસનો છે. તેની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ સતત 10 કલાક સુધી વીડિયો જોઈ શકાય છે.
Redmi Y2માં 5.99 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ઉપરાંત તેમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. સાથે સેલ્ફી માટે ફ્રન્ટ કેમેરામાં ઓટો HDR આપવામાં આવ્યું છે. Redmi Y2માં રેડમી નોટ5 પ્રો જેવો જ ડ્યુલ કેમેરા આપવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ Xiaomi Redmi Y2 ભારતમાં લોન્ચ થયો છે. આ શાણોમી દ્વારા વિતેલા વર્ષે લોન્ચ કરવામાં આવેલ સેલ્ફી સ્માર્ટફોન Xiaomi Redmi Y1નું અપગ્રેડ વર્ઝન છે. રેડમી વાય2ને નવી દિલ્હીમાં આયોજિત એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -