Jio ફોનમાં 15 ઓગસ્ટે આવશે Whatsapp, આ રીતે કરો અપડેટ
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ ફોનમાં વોટ્સએપ 15 ઓગસ્ટથી આવવાનું શરૂ થઈ જશે. વોટ્સએપ ઉપરાંત જિઓ ફોનમાં યૂટ્યૂબ અને ફેસબુક એપ પણ અપડેટ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમારે જિઓ ફોનમાં યૂટ્યૂબ ચલાવવા માટે ક્લિક કરવાની જરૂરત નહીં પડે. તમે માત્ર વોયસ કમાન્ડનું બટન દબાવીને બોલવાનું ‘યૂટ્યૂબ ચલાવો’ તો યૂટ્યૂબ એપ ખુલી જશે. જો તમારે તેમાં કોઈ વિડીયો જોવો છે તો તમે માત્ર બોલીને ખોલી શકશો. જેમ મે તમારે ગોલ્ડ ફિલ્મનું ટ્રેલર જોવું છે તો ગોલ્ડ ટ્રેલર બોલશો તો તે ખુલી જશે. તેવી જ રીતે તમે ફેસબુક ચલાઓ બોલશો તો ફેસબુક ખુલી જશે. આ જિઓ ફોનમાં એવી રીતે જ કામ કરશે જે રીતે એન્ડ્રોઈ અને આઈઓએસ ડિવાઈસમાં કામ કરે છે.
જિઓ ફોનમાં તમે વોટ્સએપ બોલશો એટલે વોટ્સએપ ખુલી જશે. તમે તેમાં તમારા અવાજમાં બોલીને ટાઈપ પણ કરી શકશો. ઉપરાંત જિઓ ફોનને વોટ્સએપથી તમે અન્ય એન્ડ્રોઈડ અને આઈઓએસ ફોનના યૂઝર્સને પણ મેસેજ મોકલી શકશો. વોટ્સએપ તમારા જિઓ ફોમાં એ રીતે કામ કરશે જે રીતે અન્ય ફોનમાં કામ કરશે.
15 ઓગસ્ટના દિવસે રિલાયન્સ જિઓ તમામ જિઓ ફોનમાં વોટ્સએપ, ફેસબુક અને યૂટ્યૂબના અપડેટ આપશે. આ અપડેટ ઓપરેટિંગ સિસ્ટમમાં આપોઆપ આવશે. ફોન અપડેટ થતાં જ તમારા ફોનમાં આ એપ જોવા મળશે. ત્યાર બાદ તમે તેનો ઉપયોગ કરી શકશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -