પરત ખેંચ્યા બાદ પણ તમે લઈ શકો છો રિલાયન્સ JIOની સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ, જાણો કેવી રીતે
નવી દિલ્હીઃ ટેલીકોમ સેક્ટરમાં પ્રવેશ કરનારી નવી કંપની રિલાયન્સ જિઓએ ગુરુવારે ત્રણ મહિન માટેની પ્રોત્સાહન પેકેજ સમર સરપ્રાઈઝ ઓફરને પરત લેવાના ટ્રાઈને આદેશ પર ઓફર પરત લેવાની વાત કહી હતી. પરંતુ યૂઝર આજે પણ આ ઓફરનો લાભ લઈ શકે છે, કારણ કે કંપનીએ હજુ સુધી આ ઓફર બંધ કરવાની છેલ્લી તારીખની જાહેરાત કરી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓએ ફ્રી વોયસ અને ડેટા પ્લાનની સાથે સપ્ટેમ્બર 2016માં પોતાની કોમર્શિયલ સર્વિસ શરૂ કરી હતી. બાદમાં કંપનીએ પોતાની આ ઓફરને વધારીને 31 માર્ચ 2017 સુધી કરી હતી. આ ઓફરના જોર પર કંપનીની પાસે રેકોર્ડ સમયમાં 10 કરોડ યૂઝર્સ થઈ ગયા હતા.
હાલમાં પ્રાઈમ મેમ્બર્સ 303 રૂપિઆ અથવા તેનાથી વધારેના રિચાર્જ પર સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ લઈ શકે છે. જો તમે એક પ્રાઈમ યૂઝર છો પરંતુ હજુ સુધી તમે 303 રૂપિયા અથવા તેનાથી વધારેનું રિચાર્જ કરાવ્યું નથી તો જલદી કરાવી લો, કારણ કે સમર સરપ્રાઈઝ ઓફર હજુ સુધી ચાલુ છે. ઉપરાંત યૂઝર 15 એપ્રિલ સુધી પ્રાઈમ મેમ્બરશિપ પણ લઈ શકે છે, કારણ કે આ સુવિધા પર કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નથી.
કંપનીની વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે કે, જિઓ સમર સરપ્રાઈઝ ઓફર આવતા થોડા જ દિવસમાં બંધ થઈ જશે. બંધ કરતા પહેલા આ ઓફરનો લાભ લેનાર તમામ ગ્રાહકોને ત્રણ મહિના સુધી ફ્રી સેવા મળતી રહેશે.
ટેલીકોમ નિયામક ટ્રાઈએ જિઓને પ્રોત્સાહન રીતે શરૂ કરવામાં આવેલ સમર સરપ્રાઈઝ ઓફર બંધ કરવાનો આદેશ આપ્યો છે, કારણ કે આ નિયામકના નિયમો અનુરૂપ નથી. જિઓએ કહ્યું કે, તે ટ્રાઈના નિર્ણયને સ્વીકારે છે અને તે નિયામકને તમામ નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરશે.
આ પહેલા જિઓ દ્વારા પોતાની ફ્રી ડેટા અને વોઇસ ઓફરને આગળ વધારવા પર ટ્રાઈએ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. આ ઓફરની મદદથી જિઓના યૂઝર્સની સંખ્યા 10 કરોડને પાર પહોંચી ગઈ હતી. અત્યાર સુધી 7.2 કરોડ ગ્રાહકોએ જિઓની પેઈડ સર્વિસ લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -