હાર્દિકે સરકાર સાથે ચર્ચા માટેની ટીમમાં મહિલાઓને નહીં સમાવવા અંગે કર્યો કેવો ચોંકાવનારો ખુલાસો ? જાણો
હાર્દિકે એમ પણ કહ્યું કે બોટાદના દિલીપભાઈ સાબવાએ સામેથી કહ્યું કે હું મિટિંગમાં નથી જવું અને બીજાને મોકલો કહીને સમાજ એકતાનું ઉદારહણ પૂરું પાડયું છે. દિલીપભાઈ સાબવા,રેશ્માબેન પટેલ,ગીતાબેન પટેલ તથા અન્ય અસંખ્ય નામી-અનામી આંદોલનકારીને સલામ છે, સમાજ પ્રેમ માટે પોતાની પ્રતિષ્ઠા બલિદાન આપવાની વૃત્તિને.
હાર્દિકે લખ્યું છે કે જો સરકાર યોગ્ય ચર્ચા કરશે અને તેમનાં મન સમાજના હિત માટે હશે તો આવનારી મિટિંગમાં મહિલા શક્તિને આગળ કરવામાં આવશે. હું આપણા સમાજની મહિલાની રક્ષામાં માનું છું. હાર્દિકે એમ પણ લખ્યું છે કે આજે જે ૧૨ નામ સરકાર સાથે ચર્ચા માટે નક્કી કર્યા છે તે ફક્ત સરકારને આપણા ૪ મુદ્દા આપશે અને આ ૪ મુદ્દા પર ચર્ચા કરશે.
હાર્દિક પટેલે આ અંગે સ્પષ્ટતા કરી છે કે પાટીદાર આંદોલનમાં મહિલા શક્તિ મજબૂત છે પરંતુ સરકાર સાથેની ચર્ચા માં નહિ મોકલવાનું કારણ સરકાર પર અમને ભરોષો નથી કેમ કે સરકારનું ષડયંત્ર શું હોય એ કોઈને ખબર નથી. માટે આપણા સમાજની મહિલા આંદોલનકારીને નથી મોકલ્યા.
પાસ દ્વારા સરકાર સથે મંત્રણા કરવા માટે જે કન્વિનરો નક્કી કરાયા તેમાં કોઈ મહિલા પ્રતિનિધી નથી. પાટીદાર આંદોલનમાં મહિલાઓની નિર્ણાયક ભૂમિકા રહી છે છતાં હાર્દિક પટેલે કોઈ મહિલા પ્રતિનિધીન મંત્રણા માટેની ટીમમાં સમાવ્યાં નહીં તે સામે સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવાયા હતા.
અમદાવાદઃ ગુજરાત સરકાર અને પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) વચ્ચે પાટીદાર અનામત મુદ્દે આજે બપોરે મંત્રણા શરૂ થઈ છે. સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અઇને રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના 11 પ્રતિનિધી સાથે ચર્ચા શરૂ કરી છે.