✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં બેકારીનો ભરડો, તલાટીની 9769 જગ્યાએ માટે 15 લાખ અરજી આવી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Dec 2016 08:12 AM (IST)
1

ગાંધીનગરઃ હાલમાં જ વિવિધ જિલ્લામાં પંચાયત વિભાગની અલગ અલગ સંવર્ગની 9769 જગ્યાઓ ભરવા માટે પંચાયતે સેવા પસંદગી મંડળ અને જિલ્લા પસંગી સમિતિ દ્વારા અરજીઓ મંગાવામાં આવી હતી. આ તમામ જગ્યાએ માટે અંદાજે 14.97 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. જે દર્શાવે છે કે ગુજરાતમાં બેકારી કેટલી છે અને સરકારી નોકરીનું મહત્ત્વ કેટલું છે.

2

પાંચવર્ષ સુધી માત્ર 7500 રૂપિયાનો ફિક્સ પગાર અને ભથ્થા મળીને માત્ર 10 હજાર જેટલી માસિક આવક તી હોવા છતાં રાજ્ય સરકારમાં તલાટી બનવા માટે યુવાનોમાં રીતસરની હોડ લાગે છે. મહેસૂલી તલાટી બાદ હવે પંચાયત વિભાગમાં તલાટીની જગ્યા માટે ઉમેદવારોએ વેબસાઇટ છલકાવી દીધી છે.

3

વિવિધ સંવર્ગ પૈકી સૌથી વધુ અરજી તલાટીની જગ્યા માટે મળી છે. તલાટીની 2520 જગ્યા સામે પસંદગી મંડળને 8 લાખ જેટલી અરજી મળી છે જ્યારે બીજા ક્રમે જૂનિયર ક્લાર્કની 1109 જગ્યા માટે 6 લાખ અરજીઓ આવી છે. અન્ય જગ્યાઓ માટે યુવાનોમાં ઓછો ક્રેઝ જોવા મળે છે.

4

ગ્રામસેવકની 2140 જગ્યા માટે 33 હજાર યુવાનોએ અરજી કરી છે. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 1600 જગ્યાઓ માટે 45 હજાર અરજી મળી છે. સૌથી ઓછી અરજી મહિલા હેલ્થ વર્કરની પોસ્ટ માટે આવી છે. 2400 જગ્યા સામે માત્ર 13772 ઉમેદવારોએ અરજીઓ કરી છે.

5

અધિકારી સૂત્રોનું કહેવું છે કે દરેક જિલ્લાની પસંદગી સમિતિ દ્વારા જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઇ હોવાથી કેટલા વિદ્યાર્થીઓએ એક કરતા વધુ જિલ્લામાં ફોર્મ ભર્યા હોય તેવા પણ કિસ્સા હોવાથી અરજીની સંખ્યા થોડી વધુ રહી છે. જોકે, જે ઉમેદવારે એક કરતા વધુ જિલ્લા માટે ફોર્મ ભર્યા હશે તેઓ પરીક્ષા તો કોઇપણ એક જિલ્લામાં આપી શકશે.

6

પંચાયત વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 7મી ડિસેમ્બર સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી હતી. માટે ઉમેદવારોએ ઓનલાઇન જોબ એપ્લીકેશન સિસ્ટમ (ઓજસ) મારફતે ઓનલાઇન અરજી કરવાની હતી પરંતુ છેલ્લા ત્રણથી ચાર દિવસોમાં ઓજસનું સર્વર ડાઉન હોવાથી સેંકડો ઉમેદવારો અરજી કરી શક્યા હતા. ગાંધીનગરના ઉમેદવાર જે.કે.પટેલે મામલે પંચાયત મંત્રીને અરજી કરવા માટે વધારાના બે દિવસ ફાળવવા રજૂઆત કરી છે.

  • હોમ
  • ગાંધીનગર
  • ગુજરાતમાં બેકારીનો ભરડો, તલાટીની 9769 જગ્યાએ માટે 15 લાખ અરજી આવી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.