17 વર્ષના કિશોરને 27 વર્ષની યુવતી સાથે સેક્સ સંબંધ, પતિ કિશોરને ફોસલાવીને લઈ ગયો ને...
દરમિયાન રાણી બોર્ડર પાસે આવેલા રાજસ્થાનના બાવલવાડાની સીમમાં આવેલ સુમસામ જગ્યાએ લઈ જઈ તેને લાકડાના ફટકા તેમજ વજનદાર પથ્થરના ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો, અને બડોલી પરત આવતો રહ્યો હતો. પોલીસે તેની સામે અપહરણ ઉપરાંત હત્યાની કલમો ઉમેરી આરોપી કાંતિ લક્ષ્મણભાઈ અસારીની અટકાયત કરી રીમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરોપી કાંતિએ જણાવ્યુ હતુ કે, પત્નીના આડા સંબંધ અંગે વહેમ જતાં કિશોરનું ઢીમ ઢાળી દેવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં 7 ડિસેમ્બરના રોજ બોડાલી ગામમાંથી કિશોરને ઘરે બોલાવી અને તેમના વતન રાજસ્થાનથી ઘી લઈ પરત આવીએ છીએ તેમજ કહી બાઈક(જીજે૯.એપી.૮૪૪૮) ઉપર બેસાડીને લઈ ગયો હતો.
અસારીએ પોલીસ સમક્ષ કબૂલ્યુ હતું કે કિશોરને તેની પત્ની સાથે સંબંધો હોવાની શંકા રાખી અગાઉથી યોજના પ્રમાણે તેને રાજસ્થાન જવાનું કહી લઇ ગયો હતો. જ્યાં કિશોરને લાકડાના ફટકાં તેમજ પથ્થરોના ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઇડર પોલીસે કિશોરની લાશનો કબ્જો લઈ પી.એમ અર્થે મોકલી આપી હતી.
આરોપી અસારીએ પોલીસને જણાવ્યુ હતું કે, તેની પત્નીના આડા સંબંધ બાબતે ૧૭ વર્ષીય કિશોરને પોતાના વતનથી ઘી લઈ આવીએ છીએ તેમ જણાવી બાઈક ઉપર લઈ જઈ રાણી બોર્ડર પાસે આવેલા બાવલવાડાની સીમમાં કિશોરને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે પોલીસે હત્યાની કલમો લગાવી તેની અટકાયત કરી રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
ઇડર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એ.એન.ગઢવીએ તપાસ શરૂ કરી હતી. પોલીસને કિશોરના અપહરણ અને બાદમાં હત્યા મામલે મૂળ રાજસ્થાની તેમજ બડોલીમાં ભાડાના મકાનમાં રહેતા ર૮ વર્ષીય કાંતિભાઈ લક્ષ્મણભાઈ અસારી શખ્સ ઉપર શંકા જતાં ‘થર્ડ’ડિગ્રી આપી વધુ પૂછપરછ કરતાં તેણે હત્યા કર્યાનું કબૂલ્યુ હતું.
મળતી વિગતો અનુસાર, ઈડર તાલુકાના બડોલી ગામમાં રહેતા 17 વર્ષના કિશોરનું ગત તા.૭ ડિસેમ્બરના રોજ ગામમાંથી અપહરણ થઈ ગયુ હતું. શોધખોળ છતાં કિશોર ના મળતા પરિવારજનોએ ઇડર પોલીસ સ્ટેશનમાં અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી.
ઇડરઃ ઇડરના બડોલી ગામના એક 17 વર્ષીય યુવકનું થોડા દિવસો અગાઉ અપહરણ થયા બાદ શુક્રવારે તેની લાશ મળતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.પોલીસે આ અપહરણ બાદ હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોલીસના મતે 17 વર્ષીય યુવકના 27 વર્ષીય પરણિત યુવતી સાથે લગ્નેતર સંબંધોને કારણે હત્યા કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -