ગુજરાતના આ સાંસદ ભાજપમાં ને દીકરો કોંગ્રેસમાં, ચૂંટણીમાં સગા દીકરા સામે ટકરાવા બાપ તૈયાર
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે આ મુદ્દો પંચમહાલમાં જ નહીં પણ ગુજરાતના રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસે મહેશસિંહને મેદાનમાં ઉતારવાનું નક્કી કરી લીધું છે ત્યારે ભાજપનું વલણ હવે શું હશે તેના પર સૌની નજર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોધરા: રાજકારણ સગાં વચ્ચે વેરઝેર ઉભાં કરી દે છે એવું કહેવાય છે ને એવો જ કંઈ ખેલ ગુજરાતમાં ભજવાયો છે. આ ખેલમાં સગા બાપ-દીકરા જ સામસામે આવી ગયા છે. આ વાત ગોધરાના સંસદસભ્ય પ્રભાતસિંહ ચૌહાણ અને તેમના પુત્ર મહેશસિંહ ચૌહાણની છે.
સ્નેહમિલન કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓની હાજરીમાં 1000થી વધારે કાર્યકરો સાથે પ્રભાતસિંહ ચૌહાણનો પુત્ર પ્રવિણસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયો હતો. તેના કારણે અચાનક જ પંચમહાલના રાજકારણમાં ગરમી વધી ગઈ છે.
પ્રભાતસિંહ ભાજપની ટિકીટ પર લોકસભામાં ચૂંટાયા છે અને હાલમાં સંસદસભ્ય છે. બીજી તરફ પ્રભાતસિંહ ચૌહાણનો પુત્ર પ્રવિણસિંહ ચૌહાણ કોંગ્રસમાં જોડાયો છે. બુધવારે ગોધરા ખાતે કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં મહેશસિંહ કોંગ્રેસમાં જોડાયો હતો.
આ ઘટનાથી પ્રભાતસિંહ ચૌહાણ નારાજ છે અને તેમણે જાહેર કર્યું છે કે કોંગ્રેસ મહેશસિંહને લોકસભાની ચૂંટણીમાં ગોધરા બેઠક પરથી ઉભો રાખવા માગતી હોય તો પોતે તેમની સામે ટકરાવા તૈયાર છે. આમ આ બેઠક પર બાપ-દીકરો સામસામે આવી જાય તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -