ગુજરાતમાં આગામી બે દિવસમાં પડશે કમોસમી વરસાદ, વધશે ઠંડી, જાણો શું છે કારણ ? ક્યા પાકને થશે નુકસાન ?
આ ઉપરાંત જીરૂ, ધાણાં, ઇસબગુલ જેવા પાકો પણ પ્રભાવિત થશે. ઘઉંના પાકમાં બહુ વાંધો આવવાની શકયતા નથી. આ કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં એ પછીના સપ્તાહમાં ઠંડીનું પ્રમાણ વધશે અને જોરદાર ઠંડીનો ચમકારો જોવા મળશે તેની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વાવાઝોડાના કારણે સોરઠમાં વાદળો ઘેરાયાં છે અને જૂનાગઢના વાતાવરણમાં શનિવારથી અચાનક પલટો આવ્યો છે. વ્હેલી સવારે ધાબડીયું અને વાદળછાયું વાતાવરણ જોવા મળતા હવામાન ખાતા દ્વારા વરસાદ થવાની આગાહી કરાઈ છે. વાતાવરણના ફેરફાર સાથે વરસાદ પડે તો ખાસ કરીને કપાસની ગુણવત્તા પર અસર થશે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફ ફંટાવાની શકયતા હોય વેરાવળ બંદરની 60 બોટ પરત આવી છે અને હજુ 1400 જેટલી બોટ દરિયામાં હોવાનું જાણવા મળે છે. માંગરોળ બંદરની 640 જેટલી ફિશીંગ બોટ દરિયામાં છે અને તમામ માછીમારો સહિસલામત હોવાનું જાણવા મળી રહયું છે.
હવે 72 કલાક બાદ ‘ઓખી’ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આવે ત્યાં સુધીમાં વાવાઝોડું સાવ નબળું પડી જશે. સમગ્ર દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી, સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. દરિયો તોફાની બનવાની દહેશત હોવાથી 48 કલાક સુધી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ અપાઈ છે.
હાલમાં ‘ઓખી’ વાવાઝોડું આક્રમક છે પણ ગુજરાતમાં આવતાં પવનની ઝડપ અતિ મંદ થઇ જશે અને 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની તીવ્રતા શનિવાર સુધી અતિ આક્રમક રહી છે અને 175 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.
‘ઓખી’ વાવાઝોડાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. ‘ઓખી’ વાવાઝોડું મંગળવાર એટલે કે 5 ડિસેમ્બરે સુરત અને નવસારીની વચ્ચેથી ગુજરાતમાં પ્રવેશ કરશે. મંગળવાર સુધીમાં વાવાઝોડું લો-પ્રેશરમાં ફેરવાઇ જશે. તેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં અત્યારે ફૂલગુલાબી ઠંડીનો માહોલ છે ત્યારે આ માહોલના રંગમાં ભંગ પડે તેવા સમાચાર છે. ગુજરાતમાં સોમવાર અને મંગળવારે વરસાદ પડવાની આગાહી છે. આ કંમોસમી વરસાદ પડવાનું કારણ અરબી સમુદ્રમાં સર્જાયેલું‘ઓખી’ વાવાઝોડું છે કે જે બે દિવસમાં ગુજરાત પર ત્રાટકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -