ગાંધીનગરઃ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહની તબિયત લથડી, UN મહેતા હોસ્પિટલમાં ખસેડાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Aug 2018 10:53 AM (IST)
1
ગાંધીનગરઃ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત બગડતાં હાલ તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ભુપેન્દ્રસિંહને ફૂડ પોઇઝનિંગ થતાં તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
2
ગઈ કાલે મોડી રાત્રે ફૂડ પોઇઝનિંગ થતાં પહેલા ગાંધીનગર સિવિલ લાવવામાં આવ્યા હતા. વાપીથી લગભગ 10.30 વાગે રાત્રે ટ્રેનમાં અમદાવાદ આવ્યા પછી તેમની તબિયત બગડી હતી. ડાયારીયા વધી જતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર પણ વધી ગયું હતું. ગત રાત્રે યુ.એન મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત હાલ કંટ્રોલમાં છે.