ફિક્સ પગારદારોનું સરકારને 7મી સુધીનું અલ્ટિમેટમ, સરકાર કાયમી કરી પૂરો પગાર ના આપે તો થશે શું ? જાણો
ફિક્સ પગારદારોએ અલ્ટિમેટમ આપ્યું છે કે જો 11 જાન્યુઆરી સુધીમાં ગુજરાત સરકાર ફિક્સ પગારદારોને પૂરો પગાર આપવા અંગે નિર્ણય નહીં લે તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ સામે ઉગ્ર વિરોધ કરાશે. બીજી તરફ ગુજરાત સરકારે ફિક્સ પગારદારો વતી પાંચ પ્રતિનિધીઓને ચર્ચા માટે નિમંત્રણ આપ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલ્પેશ ઠાકોરે તીખા તેવર અપનાવતા જણાવ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા સરકાર ફિક્સ પગારદારોની માંગણી નહીં સ્વીકારે તો વાઈબ્રન્ટ ગુજરાતનો ઉગ્ર વિરોધ કરાશે અને 1 ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે ફિક્સ પગારદારોનું મહાસંમેલન બોલાવીને રાજ્યવ્યાપી આંદોલનની શરૂઆત કરાશે.
ગાંધીનગરઃ ગુજરાત સરકાર સામે લડી રહેલા ફિક્સ પગારદારોએ આજે ગાંધીનગરમાં જન આક્રોશ મહાસંમેલનનું આયોજન કરીને ગુજરાત સરકારને વહેલી તકે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરીને ફિક્સ પગારદારોને પૂરો પગાર આપવા 7 જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું.
ઠાકોરે જણાવ્યું કે, આંદોલનને હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીનું પણ સમર્થન છે કારણકે આ તમામ સમાજના સરકાર દ્વારા શોષિત યુવાનોને હક્ક અપાવવાની લડાઈ છે. છેલ્લા કેટલાક સમયથી ફિક્સ પગારદારોનો મુદ્દો ગરમાયો છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે 10 જાન્યુઆરીએ સુનાવણી છે.
આ પહેલાં રાજ્યના 6 લાખ ફિક્સ પગારદારોને કાયમી કરીને તેમને પાછલી અસરથી લાભ મળે તે માટે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ તેમને ટેકો આપ્યો હતો. ફિક્સ પગારદારો માટે લડી રહેલી સંસ્થાએ બે દિવસ પહેલાં કરેલી એક પત્રકાર પરિષદમાં ત્રણેયે સમર્થન આપ્યું હતું.
આ મહાસંમેલનમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર, દલિત નેતા જીગ્નેશ મેવાણી અને પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર દિનેશ બાંભણિયા ઉપરાંત ફિક્સ પગારદારો માટે લડતા જન અધિકાર મંચના પ્રમુખ પ્રવિણભાઇ રામ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક તંત્ર દ્વારા સંમેલનને મંજુરી ના અપાઈ હોવા છતા મંચ સાથે જોડાયેલા કર્મચારીઓ કાર્યક્રમ કરવા મક્કમ હતા. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરતાં સત્યાગ્રહ છાવણી ખાતે યોજાનાર સંમલેન અક્ષરધામની સેમા આવેલા મેદાનમાં યોજાયું હતું.
ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલી ફીક્સ પગાર પ્રથા તથા કોન્ટ્રાક્ટ પ્રથા સામે ગુજરાત જન અધિકાર મંચ દ્વારા છેલ્લા બે વર્ષથી લડાઇ ચલાવે છે. રાજ્યમાં જિલ્લાવાર સભાઓ યોજ્યા બાદ આજે ગાંધીનગરમાં જન આક્રોશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -