અમદાવાદઃ PSIએ 19 વર્ષની યુવતી સાથે પરાણે સેક્સ માણી વિડીયો ઉતાર્યો, પછી વારંવાર બનાવી હવસનો શિકાર
ભાવનગરમાં રહેતી 19 વર્ષની શબનમ (નામ બદલેલ છે) નામની યુવતીનાં જુહાપુરા અંબર ટાવરમાં રહેતા અને પીએસઆઈની તાલીમ લઇ રહેલા ઉમર શાહરુખ સિદ્દી( ઉ. 23 વર્ષ) સાથે લગ્ન કરવાનું તેનાં માતા-પિતાએ નક્કી કર્યું હતું. તેના પગલે ઉમરે શબનમને મળવા માટે અમદાવાદ બોલાવી હતી.
ગાંધીનગર: કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઇ રહેલા પોલીસ સબ ઇન્સપેકટર (પીએસઆઈ) સામે ભાવનગરની મુસ્લિમ યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે પીએસઆઇએ તેની સાથે પરાણે સેક્સ સંબંધ બાંધીને તેના અશ્લિલ ફોટા પાડી લીધા હતા.
આ રીતે શબનમ સાથે વારંવાર સેક્સ માણ્યા પછી ઉમરે શબનમ સાથે લગ્ન કરવાની ના પાડી દેતાં શબાનાએ ઉમર વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આં અંગે વેજલપુર પીઆઈ એ.વી.પટેલે જણાવ્યું હતું કે પોલીસ આ કેસમાં તપાસ કરીને યોગ્ય પગલાં લેશે.
પીએસઆઈએ સોશિયલ મીડિયા પર આ અશ્લિલ તસવીરો વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર સેક્સ સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. પીએસઆઈએ જુહાપુરાના ફ્લેટમાં યુવતીને હવસનો શિકાર બનાવી હતી. યુવકે લગ્નની લાલચ પણ આપી હતી પણ યુવતી સાથે વારંવાર સેક્સ સંબંધો પછી લગ્નનો ઈન્કાર કરી દીધો હતો.
તેમણે ઉમેર્યું કે ઉમરે પીએસઆઈની પરીક્ષા પાસ કરી લીધી હતી અને હાલમાં કરાઈ પોલીસ એકેડેમીમાં તેની તાલીમ ચાલી રહી છે. પોલીસે આ ફરિયાદના આધારે યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું અને તાલીમ લઇ રહેલા પીએસઆઇ ઉમર સામે તપાસ હાથ ધરી છે.
જુહાપુરા અંબર ટાવરમાં રહેતા ઉમરે પોતાના ફ્લેટમાં શબનમ સાથે જબરજસ્તીથી શરીર સંબંધ બાંધી સેક્સ માણ્યું હતું અને ઉંમરે બંનેની અંગત પળના ફોટા પાડી વીડિયો ઉતારી લીધો હતો. આ ફોટા અને વીડિયો વાઇરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી શબનમને વારંવાર અમદાવાદ બોલાવીને શરીર સુખ માણ્યું હતું.