ઠાકોર સેનાએ ભાજપના મંત્રીઓ, સાંસદને ઉભી પૂંછડીએ ભગાડ્યા, જાણો કોણે કોણે બેઆબરૂ થઈને દોડવું પડ્યું ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઠાકોર સેનાના વિરોધને કારણે ભાગેલા નેતાઓમાં રાજ્યકક્ષાના મંત્રી કેશાજી ચૌહાણ, કેબિનેટ મંત્રી દિલીપસિંહ ઠાકોર, સાંસદ લીલાધર વાઘેલા, વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભૂજી ઠાકોર, ઠાકોર વિકાસ નિગમના ચેરમેન નંદાજી ઠાકોર, રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, સંસદીય સચિવ ભરતસિંહ ડાભી, પૂંજાજી ઠાકોરનો સમાવેશ થાય છે.
જો કે ઠાકોર સેનાના કાર્યકરોએ પોતાના કાર્યકરોને છોડી મૂકવાની માગણી ચાલુ રાખી હતી અને ભાજપના નેતાઓની સમજાવટ નિષ્ફળ ગઈ હતી. ભાજપના નેતાઓએ તોરમાં ને તોરમાં કાર્યક્રમ ચાલુ રાખવાની જાહેરાત કરતાં લોકો ભડક્યા હતા. ઠાકોર સેનાનો આક્રોશ જોઈને નેતાઓએ કાર્યક્રમ અધૂરો મૂકીને ભાગવું પડ્યું હતું.
ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ સહિતના અન્ય પદાધિકારીઓએ આ ધરપકડનો વિરોધ કરતાં પોલીસે બપોરના કાર્યક્રમ પહેલા કુલ 80થી 90 પદાધિકારીઓની અટકાયત કરી હતી. વિવિધ તાલુકાના ઠાકોર સેનાના આગેવાનો સભાસ્થળે પહોંચ્યા અને અટકાયતનો વિરોધ કર્યો હતો. ભાજપ આગેવાનોએ તેમને સમજાવવા કોશિશ કરી હતી.
ઘટનાની વિગત એવી છે કે દિયોદરના લાખણી ગામે ભાજપ સરકારના મંત્રી અને ઠાકોર આગેવાન કેશાજી ચૌહાણે 150 જેટલા ઠાકોર સરપંચોના સન્માન સમારોહ યોજ્યો હતો. ઠાકોર સેનાના કાર્યકરો તેનો વિરોધ ના કરે એ માટે સભા પહેલાં સવારે પોલીસે ઠાકોર ક્ષત્રિય સેનાના 18 હોદ્દેદારોની અટકાયત કરી હતી.
ગાંધીનગર:ગુજરાતમાં ભાજપ માટે માઠા દિવસો ચાલી રહ્યા હોય એમ એક પછી એક એવી ઘટનાઓ બની રહી છે કે જેના કારણે ભાજપનો જનાધાર ખસી રહ્યો હોય એવું લાગે. આવી એક ઘટના બનાસકાંઠાના દિયોદર તાલુકામાં બની હતી કે જેમાં ભાજપના ઠાકોર આગેવાનોને ઠાકોર સમાજનાં લોકોએ જ ઉભી પૂંછડીએ ભગાડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -