ભાજપે 26 બેઠકો માટે નિમેલા 78 પ્રભારી-ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જમાં કેટલી મહિલાઓ છે તે જાણીને લાગી જશે આઘાત
જો કે મજાની વાત એ છે કે, ભાજપે 26 લોકસભા બેઠકો માટે 26 પ્રભારી, 26 ઈન્ચાર્જ અને 26 સહ-ઈન્ચાર્જ નિમ્યા તેમાં એક પણ મહિલા નથી. ભાજપ મહિલા સશક્તિકરણની વાતો કરે છે પણ જવાબદારી આપવાની વાત આવે ત્યારે તેને મહિલાઓ યાદ નથી આવતી તેનો આ પુરાવો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપે જેમને પણ જવાબદારી આપી છે, તેઓ ભાજપને જીત અપાવવા માટે અત્યારથી જ કામગીરી શરૂ કરી દેશે તેવો વાઘાણીએ વિશ્વાસ દાખવ્યો હતો. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરીને રાજ્યની તમામ 26 બેઠકો પર જીત મેળવીને કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાંખ્યાં હતાં.
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યની 26 લોકસભા બેઠક માટે એક પ્રભારી ઉપરાંત ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની પણ નિમણૂક કરવામાં આવી છે. આ તમામ બેઠક પર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે.
ગાંધીનગરઃ 2019ની લોકસભા ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી રહ્યા છે. રાજકીય પક્ષો આ ચૂંટણી જીતવા કમર કસી રહ્યા છે ત્યારે ભાજપે પણ તૈયારીઓ આરંભી છે. તેના ભાગરૂપે ભાજપે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો જીતવા કમર કસી છે. આ માટે તમામ લોકસભા બેઠકો માટે 26 પ્રભારીઓની નિમણૂંક કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -