ફિક્સ પગારદારો માટે ગુજરાત સરકારે કરી બહુ મોટી જાહેરાત, હજારો પગારદારોને થશે ક્યો મોટો ફાયદો ? જાણો વિગત
જ્યારે એક જ સ્થળે બે વર્ષ નોકરી કરનારા ફિક્સ વેતનના પુરૂષ કર્મચારીની સામે એક વર્ષની નોકરી પૂર્ણ કરનાર મહિલા કર્મચારી હોય તો પણ આવા ઉમેદવારોને અરસપરસ બદલીઓ થઈ શકશે. સરકારના આ નિર્ણયથી સરકારી ફિક્સ પગારદાર યુવક-યુવતીઓને પોતાના વતન, પરીવારન સાથે રહેવાની તક મળશે.
મળતી વિગતો અનુસાર, બાદમાં આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ નવી નિમણુંકો આપવામાં આવશે. તે સિવાય એક જ કેડરમાં એક વર્ષની નોકરી બાદ બે મહિલા કર્મચારીઓને અરસપરસ બદલીની માંગણી કરે તો તેને મંજૂરી મળી શકશે.
જ્યારે વર્ગ-૩માં નવી ભરતીની જાહેરાતથી નવા ઉમેદવાર નિમણૂંક મેળવે તે પહેલા જે ફિક્સ વેતતનના મહિલા કર્મચારીને એક વર્ષની નોકરી અને પુરૂષ કર્મચારીની બે વર્ષની નોકરી કરતા હોય તેમની અરજીઓ ઉપર પ્રથમ કાર્યવાહી પુર્ણ કરવા તમામ વિભાગીય વડાઓને સૂચના આપવામાં આવી છે.
સરકારના કહેવા પ્રમાણે, કરાર આધારિત ફિક્સવેતન ધરાવતી મહિલા કર્મચારીઓ અને દિવ્યાંગ કર્મચારીને ઓછામાં ઓછા એક વર્ષની નોકરી બાદ અન્ય જીલ્લાની ખાલી જગ્યા પર ફેર બદલીની અરજી વિચારણામાં લેવાશે.
આ પરિપત્રમાં સરકારે સ્વીકાર્યું હતું કે, તબીબી, સામાજિક, આર્થિક અને કૌટુંબિક કારણોસર ફિક્સ પગારદાર ધરાવતા કર્મચારીઓને પણ બદલીનો અધિકાર મળવો જોઈએ.
સરકારે હવે મહિલા અને દિવ્યાંગ શ્રેણીના કર્મચારીઓ માટે નિમણૂંક મેળવ્યાના એક જ વર્ષમાં જ્યારે પુરૂષ કર્મચારીને બે વર્ષની નોકરી બાદ બદલીની તક આપવાનો પરિપત્ર જાહેર કર્યો છે.સામાન્ય વહિવટ વિભાગના નાયબ સચિવ એ.એચ.મનસુરીની સહીથી પ્રસિધ્ધ પરિપત્રમાં ૧લી ઓગસ્ટ ૨૦૧૫ના પરિપત્રમાં સૂચવાયેલી બદલી અને પ્રતિનિયુક્તિ ઉપરનું નિયંત્રણ લગભગ રદ્દ કરી દેવાયું છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારના ફિક્સ કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. સરકાર દ્ધારા કરાર પર આધારિત ફિક્સ વેતન મેળવતા કર્મચારીઓને પાંચ વર્ષ સુધી એક જ સ્થળે નોકરી કરવાના નિયંત્રણો દૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં ફિક્સ પગારદારોના પગારમાં વધારો કર્યા બાદ સરકારના આ નિર્ણયથી સરકારી ફિક્સ પગારદારોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી.