રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનરોને સાતમા પગાર પંચના તફાવતની રકમ ક્યારે ચૂકવાશે ? સરકારે કરી મોટી જાહેરાત
ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેંશનરોને સરકારની હોળીની મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ અને પેન્શનર્સને સાતમા પગારપંચનો તફાવત ચૂકવાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય સરકાર અને પંચાયતોના કર્મચારીઓ માટે 1 જાન્યુઆરી 2016થી જયારે પેન્શનરો માટે 1 ઓક્ટોબર 2016થી પગાર સુધારણા મંજૂર કરવામાં આવી હતી જેની હવે ચૂકવણી કરવામાં આવશે. આ રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે.
હોળી ધુળેટી નિમિતે કર્મચારી અને પેન્શનરો માટે આ મહત્વની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી છે. આ જાહેરાત દ્વારા તેમણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના તહેવાર સુધારી દીધા છે.
રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે માર્ચ, મે અને જુલાઈ મહિનામાં તફાવતની રકમની ચુકવણી થશે. રાજય સરકાર આ ત્રણ મહિનામાં પોતાના સરકારી કર્મચારી અને પેન્શનરોને પગાર અને પેન્શનના તફાવત સ્વરૂપે કુલ 3279 કરોડ 79 લાખ રૂપિયાની ચૂકવણી કરશે.
રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે રાજ્ય સરકારના કર્મચારીઓને સાત મહિનાનો પગાર તફાવત અને પેંશનરોને નવ મહિનાના પેંશન તફાવતની રકમ ચૂકવાશે. સાતમાં પગારપંચના અમલમાં કર્મચારીઓને સાત મહિનાનો પગાર તફાવત જયારે પેન્શનરોને નવ મહિનાનો પેન્શન તફાવત ત્રણ મહિનામાં ચુકવાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -