વિજય રૂપાણીના મંત્રીમંડળમાં કોને મળી શકે છે સ્થાન, જાણો વિગતે
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગણપત વસાવા, દિલીપ ઠાકોર, બાબુભાઇ બોખીરિયા, જયેશ રાદડિયા, કૌશિક પટેલને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રીઓ તરીકે સ્થાન મળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App26મી તારીખે શપથવિધિ સમારોહ પૂર્ણ થયા બાદ મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા મંત્રીઓની પ્રથમ બેઠક સ્વર્ણિમ સંકુલ 1માં યોજાશે. જેમાં શપથ લીધેલા મંત્રીઓને હોદ્દાની ફાળવણી કરી દેવાશે.
આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજા, પુરુષોત્તમ સોલંકી, જયદ્રથસિંહ પરમાર, વલ્લભ કાકડિયા, ઇશ્વરસિંહ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, ભૂપેન્દ્ર પટેલ, પૂર્ણેશ મોદી, વિભાવરી દવે, મનીષા વકીલનો રાજયકક્ષાના મંત્રીઓ તરીકે સમાવેશ થઈ શકે છે. રૂપાણી સરકારમાં બે મહિલા મંત્રીઓને પણ સ્થાન મળવાની શક્યતા છે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નવી ભાજપ સરકારનો ભવ્ય શપથવિધિ કાર્યક્રમ ૨૬ ડિસેમ્બર, મંગળવારે સવારે 11 વાગે ગાંધીનગર સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડમાં યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ સહિત ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ, જાણીતા ઉદ્યોગપતિઓ, સાધુ-સંતો અને મહાનુભાવો હાજર રહેશે. બીજી વખત ગુજરાતનું સુકાન સંભાળનારા રૂપાણીના મંત્રીમંડળમાં 15થી 18 ધારાસભ્યો મંત્રી તરીકેના શપથ લે તેવી શકયતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -