પરષોત્તમ સોલંકી-કુંવરજી બાવળિયા એક મંચ પર આવી કરશે શક્તિપ્રદર્શન, જાણો શું છે કાર્યક્રમ ?
ભાજપ દ્વારા રાજ્ય કક્ષાનું મત્સ્ય વિભાગનું ખાતું આપીને કોળી સમાજનો ચહેરો ગણાતા પરસોત્તમ સોલંકી સાથે અન્યાય થયો હોવાની લાગણી સમાજ અનુભવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ અને કોંગ્રેસે અન્યાય કર્યો છે તેવા લાગણીથી પીડાતા ભાજપના રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી અને કોંગ્રેસમાં કોળી સમાજનો ચહેરો ગણાતા ધારાસભ્ય કુંવરજી બાવળિયા તેમને તેમના જ રાજકીય પક્ષથી અન્યાય થતો હોવાની લાગણીથી ખિન્ન છે.
આથી ભાજપ અને કોંગ્રેસમાં કોળી સમાજના ચહેરા ગણાતા બંને ચહેરાઓ તેમની સાથે અન્યાય થયો હોવાની લાગણી અનુભવી રહ્યા છે.
વિરોધ પક્ષના પ્રબળ દાવેદાર હોવા છતાં કુંવરજી બાવળિયાની પસંદગી ન થતાં તેઓ સમસમીને બેઠા છે.
આવા સંજોગોમાં સમાજના સંગઠનને એક કરવા બંને નેતાઓ એક મંચ પર આવશે તેવું કોળી સમાજના સૂત્રોનું કહેવું છે.
ગાંધીનગરઃ કોળી સમાજના બે દિગ્ગજ નેતા એક સાથે મંચ પર આવી શકે છે. જોકે બંને નેતા પૈકી એક ભાજપ અને બીજા કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરે છે. સૂત્રોના કહેવા મુજબ, ગુજરાતના બંને અગ્રણી રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને થતાં અન્યાય સામે અવાજ ઉઠાવવા સોલંકી અને બાવળિયા એક મંચ પર આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -