રૂપાણી સરકારના ક્યા ટોચના પ્રધાને નર્મદા બંધના પાણીના મુદ્દે કર્યા સરકાર સામે આક્ષેપ? જાણો વિગત
કેબિનેટની બેઠકમાં નર્મદાના પાણીની પાઇપ તોડી નાખવામાં આવે છે, વાલ્વ તોડી નાખવામાં આવે છે, પાણી ચોરી માટે કેટલાક તત્ત્વો અવનવાં નુસખા અપનાવતા હોવાથી આગળના વિસ્તારમાં પાણી પહોંચતું ન હોવાની ફરિયાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કરી હતી. સાથેસાથે સૌરભ પટેલે પણ કહ્યું, મારા બોટાદમાં પણ પાણીની સમસ્યાની અનેક વખત ફરિયાદ મળી હતી. મેં રૂબરૂમાં જઈ અડચણો દૂર કરાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુંવરજી બાવળીયાએ કેબિનેટ બેઠકમાં આક્ષેપ લગાવ્યો કે, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં નર્મદાનું પાણી પહોંચતું નથી. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાણી વધારે છોડીને પણ ખેડૂતોને પિયત માટે એક પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્ય સચિવને તાકીદ કરી હતી.
ગાંધીનગરઃ ગુજરાતની રૂપાણી સરકાર પર જ તેના ટોચના પ્રધાને ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ તરત જ મંત્રીપદ મેળવનાર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નર્માદાનું પાણી સૌરાષ્ટ્રને ન મળવાતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -