મોડાસાઃ પરીક્ષા આપવા જતી યુવતીનું અપહરણ કરી યુવકે દોઢ મહિના સુધી ગુજાર્યો બળાત્કાર, કેવી રીતે થયો છૂટકારો?
ઘરે પરત ફરેલી પ્રિયા ગત મંગળવારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી હતી અને કુલદીપ સહિત ચાર યુવકો સામે અપહરણ, બળાત્કાર સહિતની ફરિયાદ નોંધાવી હતી. મોડાસા પોલીસે આરોપી કુલદીપ કૌશિકભાઈ ગોર, કુલદીપના બનેલી જીગ્નેશ પટેલ, પ્રતિક પટેલ અને મનિષ પટેલ સામે અપહરણ, બળાત્કાર અને જાનથી મારી નાંખવાની ધમકી અને ખોટા દસ્તાવેજ ઊભા કરવાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લે પ્રિયાને તેમણે કચ્છના કોઈ ગામમાં ગોંધી રાખી હતી. જોકે, તક મળતાં જ પ્રિયા ત્યાંથી ભાગી છૂટી હતી અને ભૂજ આવી ગઈ હતી. અહીંથી તેણે પિતાને ફોન કરતાં પરિવારજનો ભૂજ આવીને તેને પરત ઘરે લઈ ગયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, મોડાસા તાલુકામાં રહેતી અને હિંમતનગર ખાતે કોલેજમાં અભ્યાસ કરતી 22 વર્ષીય યુવતી પ્રિયા(નામ બદલ્યું છે) દોઢ મહિના પહેલા એટલે કે, નવ એપ્રિલના રોજ પરીક્ષા આપવા માટે બસમાં બેસી હિંમતનગર જઈ રહી હતી. આ જ બસમાં મોડાસાનો કુલદીપ ગોર પણ હતો. તેણે અગાઉથી પ્રિયા સાથે પરિચય હોય પાછળ જતી કારમાં બેસવાનું કહ્યું હતું.
પ્રિયાને પણ પરીક્ષામાં વહેલા પહોંચવું હોવાથી કુલદીપની વાત માની લીધી હતી અને બસમાંથી નીચે ઉતરી ગયા હતા. અર્ટિગા કારમાં અગાઉથી જ ત્રણ યુવકો બેઠેલા હતા. જોકે, તે કારમાં બેસી ગઈ હતી. કારમાં બેઠા પછી કુલદીપે પ્રિયાને ઠંડુ ઓફર કર્યું હતું. આ ઠંડુ પીતા જ તે અર્ધબેભાન થઈ ગઈ હતી.
આ તકનો લાભ લઈ કુલદીપે પ્રિયાની કોરા કાગળ પર સહી કરાવી લીધી હતી અને અગાઉથી રજીસ્ટ્રેશન કરાવેલા લગ્ન કર્યાનું ખોટું પ્રમાણપત્ર બનાવી લીધું હતું. કુલદીપ યુવતીનું અપહરણ કરી તેને અમદાવાદ, મુંબઈ, સુરત સહિત કચ્છના જુદા જુદા સ્થળોએ લઈ ગયો હતો. આ દોઢ મહિનામાં તેણે પ્રિયા સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
મોડાસાઃ દોઢ મહિના પહેલા મોડાસાની પરણીત યુવતીનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈને યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર જાગી છે. યુવતીને કેફી પીણું પીવડાવી બેભાન કર્યા પછી કારમાં તેનું અપહરણ કરાયું હતું. અપહરણકારોની ચૂંગાલમાંથી છૂટેલી યુવતીએ ઘરે પરત ફરી ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -