PM મોદી માતા હીરાબાને મળે તેવી શક્યતા, SPG સહિત પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
ગુરૂવારથી જ બંગલાની આસપાસ સાફ સફાઈ કરવામાં આવી હોવાની તસવીરો સામે આવી છે. એટલે એવો અંદાજ લગાવી શકાય કે નરેન્દ્ર મોદી ગમે તે ઘડીએ અહીં આવી શકે છે અને માતા હીરાબાના ખબર અંતર પૂછે તેવું અનુમાન લગાવી શકાય છે.
વૃંદાવન બંગલોની આસપાસ અને રોડ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નરેન્દ્ર મોદીના ભાઈ રહે છે ત્યાં વૃંદાવન બંગલોની આસપાસ સફાઈ પણ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા પહોંચે તે પહેલા જ તેમના નિવાસ સ્થાન આગળ સુરક્ષા વ્યવસ્થા વધુ સધન કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસની સાથે એસપીજી દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
નરેન્દ્ર મોદીના માતા હીરાબા ગાંધીનગરમાં રહે છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત સમયે તેમના માતાને મળીને તેમના ખબર અંતર પૂછતા હોય છે. ગુરૂવારે રાત્રે તેઓ માતાને મળી શક્યાં ન હતાં એટલે શક્ય છે કે આજે નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા જાય તેવી શક્યતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી જાન્યુઆરીના રોજ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે પધાર્યાં છે. શુક્રવારે નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નું ઉદધાટન કર્યું હતું. આ પ્રસંગે અનેક મોટા ઉદ્યોગપતિ હાજર રહ્યા હતાં. જોકે નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા જાય તેવી સમાચાર સામે આવ્યા છે.