20થી 22 ડિસેમ્બર સુધી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસીઓ માટે રહેશે બંધ? જાણો શું છે કારણ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પ્રવાસીઓને રોકાવા માટે ટેન્ટ સિટી ઊભું કરવામાં આવ્યું છે. અનાવરણ બાદ રોજ હજારો લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે. દિવાળીના દિવસોમાં પ્રવાસીઓના ભારે ઘસારાના કારણે અવ્યવસ્થા પણ સર્જાઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતતિ 31 ઓક્ટોબરે વડાપ્રધાનના હસ્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ કોન્ફરન્સમાં ગૃહમંત્રી રાજનાથસિંહ પણ હાજર રહેશે. ત્યાં ઊભા કરવામાં આવેલા ટેન્ટ સિટીમાં અધિકારીઓ રાત્રિ રોકાણ કરે તેવી શક્યતા છે. આ કોન્ફરન્સને ધ્યાને લઈ 20થી 22 ડિસેમ્બર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસીઓ માટે બંધ રહેશે તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ એક મહિના બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. 21 ડિસેમ્બરે કેવડિયા કોલોની ખાતે ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન ભાગ લેશે તેવું જાણવા મળ્યું છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -