ગાંધીનગર: મહિલા અધિવેશનમાં PM મોદીએ કહ્યું- દુનિયાએ મલ્ટી ટાસ્કીંગ કામ ભારતીય મહિલાઓ પાસેથી શીખવાની જરૂર

જનધન યોજના હેઠળ 34 કરોડ ખાતા ખોલ્યાં, જેમાં 18 કરોડ ખાતા બહેન-બેટીઓના ખાતા ખુલ્યાં. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 1.50 કરોડથી વધુ ખાતા ખુલી રહ્યા છે, જેમાં 30 હજાર કરોડથી વધુ પૈસા જમા થયા. મુદ્રા યોજના હેઠળ આપવામાં આવેલી 15 કરોડની લોનમાંથી 11 કરોડ મહિલાઓ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ: અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે ભાજપ મહિલા મોરચાનું દ્વિતીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીએમ મોદી અને મુખ્યમંત્રી રૂપાણી પણ સામેલ થયા હતા. સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું, અહીં લઘુ ભારતના દર્શન થયા છે, નારી શક્તિનો મહાકુંભ હોય એવું લાગી રહ્યું છે. પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કરતા કહ્યું, સરદારે મહિલા આરક્ષણને લઈ દેશને દિશા બતાવી હતી. પીએમ મોદીએ કહ્યું, દુનિયાએ મલ્ટી ટાસ્કીંગ કામ ભારતની મહિલાઓ પાસેથી શીખવાની જરૂર છે. મહિલાઓ બાળકોને ઉછેરવા, રસોઈ બનાવાથી લઈ ફોન ઉપાડવા સુધી એક સાથે અનેક કામ કરી જાણે છે.

પીએમ મોદીએ કહ્યું, જનસંઘના સમયથી સંગઠનમાં નારી શક્તિનું યોગદાન રહ્યું છે, આ સંગઠન નારી શક્તિનો મજબૂત અવાજ બનીને ઉભર્યું છે. આ વર્ષ રાજમાતા વિજયારાજે સિંધિયાનું જન્મ શતાબ્દી વર્ષ છે. મહિલા એક સારી સંગઠનકાર હોય છે. ઉજ્જવલા યોજના અંતર્ગત 1 કરોડ બહેનોને વિનામૂલ્યે ગેસ કનેક્શન મળી ગયા છે. ઘર ઘર ગેસ કનેક્શન પહોંચાડવાનું લક્ષ્ય છે.
પીએમ મોદીએ કહ્યું, અમદાવાદ કોર્પોરેશનના મેયર રહેવા સમયે સરદાર પટેલે મહિલા આરક્ષણને લઈ આખા દેશને દિશા બતાવવાનું કામ કર્યું હતું. સરદાર પટેલે આજથી 80-90 વર્ષ પહેલા આટલા મહત્વપૂર્ણ કાર્યો શરૂ કર્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -