✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રૂપાલની 5000 વર્ષ જૂની પલ્લીમાં નહીં વહે ઘીની નદીઓ, તેના બદલે શું કરાશે ? જાણો ક્રાંતિકારી નિર્ણય વિશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Oct 2016 12:58 PM (IST)
1

2

3

ગાંધીનગરઃ નવમા નોરતે રૂપાલમાં થતી પલ્લી જગવિખ્યાત છે અને આ પલ્લીમાં રીતસર ઘીની નદીઓ વહેતી હોય છે. આ રીતે ઘીનો વ્યય કરવાની પરંપરાની ટીકાઓ પણ થાય છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લઈને આ વર્ષથી પલ્લીમાં ઘીનો ચડાવો બંધ કરવાનો નિર્ણય લીધો છે.

4

5

આ વખતે ઘી નહીં ચડાવાય તેથી લાખ્ખો શ્રધ્ધાળુઓ માટે ક્રાંતિકારી નિર્ણય સાથેનો ધર્મોત્સવ જીવનભરનું સંભારણું બની જશે. આ પ્રસંગને નિહાળવા અનેક એનઆરઆઇ પરિવારો પણ રૂપાલમાં આવી રહ્યાં છે. ધાર્મિક આસ્થાનો લાભ લઇ ભેળસેળયુક્ત ઘી વેચવાનું કૌભાંડ ગત વર્ષે બહાર આવ્યુ હતું તે પણ હવે બંધ થશે.

6

આ ક્રાંતિકારી નિર્ણયથી અગાઉ ગામની શેરીઓમાં રીતસર ઘીની નદી વહેતી હતી તે દૃશ્ય હવે ભૂતકાળ બની જશે. આ વખતે પણ બાધા પૂરી કરવા અને માતાજીની પલ્લીનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. હૈયેહૈયુ દળાય તેટલી ભાવિકોની ભીડ વચ્ચે જય જય વરદાયિનીનાં જયઘોષથી ગગન ગુંજી ઉઠશે.

7

આ અંગે પ્રાંત અધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું કે શુધ્ધ ઘીનો દુર્વ્યય ના થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નવતર અભિગમ અપનાવાયો છે. એ પ્રમાણે હવે શ્રધ્ધાળુઓ દ્વારા નોમની રાત્રે પ્રતિકાત્મક રીતે માતાજીને ચોખ્ખા ઘીનો અભિષેક કરાશે અને બાકીની રકમ દાન તરીકે સ્વીકારી મંદિરને ભવ્ય બનાવાશે.

8

શુધ્ધ ઘીનો બગાડ ના થાય તે માટે આ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને ઘી ચઢાવવાના બદલે તેટલી રકમ દાન પેટે કાઉન્ટર પર જમા કરાવવા કહેવાયું છે. આ રીતે મળેલી રકમ મંદિરના જીર્ણોધ્ધારમાં વપરાશે. પ્રસાદી રૂપે ઘી ચઢાવવું એ ઘીનો અભિષેક કરવા બરાબર ગણાશે.

  • હોમ
  • ગાંધીનગર
  • રૂપાલની 5000 વર્ષ જૂની પલ્લીમાં નહીં વહે ઘીની નદીઓ, તેના બદલે શું કરાશે ? જાણો ક્રાંતિકારી નિર્ણય વિશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.