આજે મુખ્યમંત્રી ટ્વિટર પર કરશે મનની વાત, જાણો હાર્દિક પટેલે CMને શું પૂછ્યો સવાલ?
ઉલ્લેખનીય કે, આ સમયે હાર્દિક પટેલે પણ વિજય રૂપાણીને સવાલ પૂછ્યો છે કે, તમારી સરકાર પાટીદાર સમાજને અનામત આપશે? અને પાટીદારો પર ગોળીબાર અને લાઠીચાર્જ કોના ઈશારે કરવામાં આવ્યા? સત્યમેવ જયતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્વિટપર બુધવારની સાંજ સુધી 8996માંથી 5600 સવાલો માત્ર ફિક્સવેતન નીતિને લઈને કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ફિક્સવેતન નીતિ અંતર્ગત પાંચ વર્ષનો કાર્યકાળ ઘટાડવા અને પગારના દરોમાં વધારાની જાહેરાત કરી શકે છે.
મુખ્યમંત્રીની કચેરીમાં કાર્યરત આઈટી ટીમના કહેવા મુજબ અ્યાર સુધીમાં 70 ટકા સવાલો ફિક્સવેતન અંગે ઉઠાવવામાં આવ્યા છે. જેમાંથી સમાન હોય એનું સ્કેનિંગ થઈ રહ્યું છે. આ સ્કેનિંગ બાદ સિલેક્ટેડનો જવાબ મુખ્યમંત્રી વિજય રૂપાણી આપશે. ટ્વિટર ઇન્ડિયાના એન્કર આ સવાલો પુછશે. જોકે આજે આ કાર્યક્રમ કેટલા વાગે યોજાશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
યૂઝર્સે આવા સવાલો પૂછ્યાઃ 1. ગૌ-માતા રસ્તે રખડે છે. એક્સિડન્ટ કરે છે તમારી સરકાર તેના માટે શું કરવા માગે છે? 2. અનામત અંગે તમે શું માનો છો? ગુજરાતમાં અનામતનો અમલ કેમ નથી થતો? 3. કચરો કોઈ ઉઠાવતું નથી? પોલસી ગાંઠતી નથી? એપ્સ લોન્ચ કરશો ફરિયાદો માટે?
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ટ્વિટર પર ટાઉનહોલ હોસ્ટ કાર્યક્રમ દ્વારા સરકારની 10 વર્ષ જની ફિક્સવેતન નીતિ મુદ્દે મહત્ત્વની જાહેરાત કરી શકે તેમ છે. આજે સ્વર્ણિમ સંકૂલના સાબરમતી હોલથી ટ્વિટરના પેરિસ્કોમ દ્વારા તેનું લાઈટ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -