ગુજરાત ભાજપના ક્યા નેતાના પુત્રને રોકીને અપાઈ ધમકીઃ તારા બાપને કહેજે કે 1 કરોડ રૂપિયા તૈયાર રાખે નહિંતર........
મહિલાએ લગાવેલા આરોપ મુજબ, તેને એક એનજીઓ બનાવવામાં મદદ કરવાની વાત કહીને દિલ્હી લાવવામાં આવી હતી. જ્યાં ફેબ્રુઆરી-2017માં દિલ્હીના દ્વારકા વિસ્તારમાં તેને ચામાં નશીલો પદાર્થ પિવડાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એટલું જ નહિ તેના અશ્લિલ ફોટા પણ પાડવામાં આવ્યા હતા અને આ ફોટાઓના આધારે તેને બ્લેકમેલ પણ કરવામાં આવતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2017માં ઓક્ટોબર માસમાં નડિયાદની મહિલાએ કચ્છ ભાજપના અગ્રણી નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ઉપર બળજબરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મહિલાની મુલાકાત છબીલ પટેલ સાથે સમારોહ દરમિયાન થઈ હતી. જેમાં છબીલ પટેલે આ મહિલાને પોતે રાજનેતા હોવાનું અને પોતાની કમાણીના 20 ટકા ગરીબોના કલ્યાણ માટે ખર્ચતા હોવાનું જણાવ્યું હતું.
બાઈક પર આવેલા બે શખ્સોએ છબીલ પટેલના પુત્રને ગાંધીનગર હાઈવે પર ખોરજ નર્મદા કેનાલ પાસે રોકીને કહ્યું હતું કે, તને ખબર છે ને કે દિલ્હીમાં તારા બાપનો કેસ ચાલે છે મહિલાવાળો.
તારા બાપને કહી દેજે એક કરોડ રૂપિયા તૈયાર રાખે તો અમે કેસ પાછો ખેંચી લઈશું નહીં તો જુના ફોટો વાયરલ કર્યાં હતાં તેવા નવા બીજા ફોટો વાયરલ કરીશું. તારા પરિવારને જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી ગાંધીનગર તરફ ફરાર થઈ ગયા હતા. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ: પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે નડિયાદની એક મહિલાએ દિલ્હીના ઉત્તર દ્વારકાનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ પરત ખેંચવા રૂપિયા એક કરોડની માંગ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને તેમના પુત્રને બાઈક પર આવેલા બે શખ્સોએ કહ્યું હતું કે, એક કરોડ રૂપિયા તૈયાર રાખજો તો કેસ પાછો ખેંચી લઈશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -