✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લોકરક્ષક પરીક્ષાનાં પેપર લીક કૌભાંડમાં ક્યાંના પીએસઆઈની કરાઈ ધરપકડ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Dec 2018 09:04 AM (IST)
1

2

આ મામલે સીઆઇડી ક્રાઇમે બાયડના અરજણવાવના મનહર પટેલની અટકાયત કરી હતી. અગાઉ ટેટના પેપર લીકમાં તેનું નામ સોશિયલ મીડિયા પર વાયરલ થયુ હતું. મનહર પટેલનું નામ અગાઉ પણ પેપરલીકમાં આવી ચૂક્યું છે. ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મનહર પટેલનો ધરોબો હોવાનું કહેવામાં આવે છે.

3

રાજ્ય પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સ્વરૂપે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, આગામી એક જ મહિનામાં ફરી પરીક્ષા લેવાશે. પાલનપુરમાં પેપર ફૂટતાં આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. આ અંગે વિકાસ સ્વરૂપ કોઈ સ્પષ્ટ ખુલાસો કરી શક્યા નહોતા. તેમણે સરકાર વતી પરીક્ષાર્થીઓની માફી માગી હતી.

4

પોલીસ ફરિયાદમાં ગાંધીનગરના બે સહિત પાંચ પેપર લીક કરનાર પરીક્ષાર્થીઓ સામે ગુનો નોંધાયો છે. પેપર લીકના મામલે અત્યાર સુધી 5થી 7 લોકોની અટકાયત કરી છે અને આખી પ્રક્રિયા સાથે જોડાયેલ તમામ સ્ટાફની તપાસ હાથ ધરવામાં આવી છે. પેપર છાપવાથી લઈને પરીક્ષા કેંદ્ર પર પેપર પહોંચાડનાર તમામ સ્ટાફ હાલ પોલીસની રડારમાં છે. પેપરકાંડને લઈને કૉંગ્રેસ આજે છ મહાનગરો અને તમામ જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કરશે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે પેપરકાંડમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહી આવે.

5

નોંધનીય છે કે ગઇકાલે લોક રક્ષકદળની 9,713 બેઠકો માટેની લેખીત પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર માટે બનેલી વધુ એક શરમજનક ઘટનામાં રાજ્યભરમાંથી 9 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેના થોડા જ કલાકોમાં પરીક્ષા રદ કરાઇ હતી.

6

પોલીસના કહેવા પ્રમાણે, ઘટનાની ગંભીરતાને જોતા 20 લોકોની પૂછપરછ કરાઇ છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે પેપર લીક ક્યાંથી થયું? પેપર પ્રિન્ટિંગ પ્રેસ અથવા સ્ટ્રોંગ રૂમમાંથી લીક થયું હોવાની શંકા સેવવામાં આવી રહી છે, ત્યારે આ રહસ્ય બહાર લાવવા માટે તપાસની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. ATS અને ક્રાઇમબ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઇ છે. ઉત્તર ગુજરાત તરફ તપાસ તેજ કરવામાં આવી છે. આ પેપર લીકનું પગેરું ગાંધીનગર સુધી પણ પહોંચી શકે છે.

7

ગાંધીનગરઃ લોક રક્ષકદળની ભરતી પરીક્ષાનું પેપર લીક થવા મામલે ગાંધીનગર સેક્ટર 7માં ગુનો નોંધવામા આવ્યો છે. CID ક્રાઈમના એસપી વિરેંદ્ર યાદવે ગાંધીનગર સેક્ટર 7માં ફરિયાદ નોંધાવી હતી. આ પેપર લીક કાંડમાં એક પી.એસ.આઈની સંડોવણી બહાર આવી છે. ગાંધીનગરના વાયરલેસ પીએસઆઇ પી વી પટેલની ધરપકડ કરાઇ હતી.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લોક રક્ષકનું પેપર લીક કરવાનો મુખ્ય આરોપીએ ગુજરાત બહાર ગુડગાંવથી પેપર લીક કર્યું હતું. એક જવાબવહીના પાંચ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.

  • હોમ
  • ગુજરાત
  • લોકરક્ષક પરીક્ષાનાં પેપર લીક કૌભાંડમાં ક્યાંના પીએસઆઈની કરાઈ ધરપકડ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.