લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલી યુવતી ‘રૂપલ’ કોણ? પેપર લીકમાં શું ભજવી ભૂમિકા? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Dec 2018 11:06 AM (IST)
1
ગાંધીનગરઃ રવિવારે રાજ્યમાં લોકરક્ષકોની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં સીઆઈડી ક્રાઈમના એસપી વિરેંદ્ર યાદવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીઓમાં એક યુવતી રૂપલ શર્મા પણ છે.
2
3
રૂપલ શર્માએ મનહર પટેલ પાસેથી આન્સરશીટ ખરીદી હતી અને આ આન્સરશીટ વેચવા માટે તેણે બીજા ઉમેદવારોને તૈયાર કર્યા હતા. રૂપલ કોની નજીક છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
4
રૂપલ શર્મા પોતે લોકરક્ષક દળની ભરતીની પરીક્ષા આપતી હતી તેથી તેને આ પેપરની જરૂરીયાત હતી. આ ઉપરાંત તેણે પોતાની હોસ્ટેલમાં બીજાં લોકોને પણ વેચવા માટે આન્સરશીટ ખરીદી હતી.
5
વાસ્તવમાં પોલીસે સૌથી પહેલાં રૂપલ શર્માની પૂછપરછ કરી હોવાનું મનાય છે પણ પછી ગમે તે કારણોસર તેની ધરપકડ નથી કરાઈ. રૂપલ શર્મા ગાંધીનગરમાં હોસ્ટેલ સંચાલિકા છે અને શ્રીરામ હોસ્ટેલ ચલાવે છે.