ગાંધીનગરમાં ફરી દીપડો દેખાયો? તપાસ કરતાં શું દેખાયું? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Nov 2018 10:48 AM (IST)
1
ગાંધીનગરઃ બે દિવસ પહેલા નવા સચિવાલયમાં દીપડો ઘૂસી જતાં અફરા-તફરી મચી ગઈ હતી. વનતંત્ર દ્વારા 13 કલાકની જેહમત પછી દીપડાને પકડી લેવામાં આવ્યો હતો. જોકે, ગઈ કાલે મોડી રાત્રે જીઇબીના બોર નંબર 27ના સીસીટીવીમાં દીપડા જેવું પ્રાણી દેખાતા તંત્ર સફાળું જાગ્યું હતું.
2
દીપડો ફરીથી ગાંધીનગરમાં ઘૂસ્યો હોવાના સમાચારથી જીઇબી તંત્રમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, સ્થાનિક સુરક્ષા જવાનોએ તપાસ કરતાં જંગલી બિલાડો હોવાનું સામે આવતાં તમામે રાહતના શ્વાસ લીધી હતા.