✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભચાઉ: કાર-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એક જ પરીવારના 10નાં મોત, મૃતદેહો JCBથી બહાર કઢાયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Dec 2018 09:14 AM (IST)
1

2

3

4

5

ત્યારે વિચલીત કરી મુકતા આ અકસ્માતના બનાવમાં બે ટ્રેઈલર વચ્ચે કારનો ફુરદો બોલી જતાં લોડર તેમજ ક્રેનની મદદથી વાહનોને દૂર કરવામાં આવ્યા હતા. તેમજ ગેસ કટરથી વાહનની કેબીન તોડી લોકોને બહાર કાઢવાની ફરજ પડી હતી. જેને પગલે ઘટનાસ્થળે હાજર લોકોમાં સનસનાટી મચી ગઈ હતી.

6

ત્યારે કારમાં સવાર પરિવારે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે આગળ મોત રાહ તાકીને બેઠું છે. ભચાઉ તાલુકાના ચીરઈ નજીક સાંજના અરસામાં સર્જાયેલા જીવલેણ અકસ્માતના બનાવમાં એક જ પરિવારના દસ સભ્યના અકાળે નિધન થતાં હાહાકાર મચી ગયો હતો.

7

કાળજું કંપાવી દેનારા અકસ્માતની ઘટનામાં ભુજના ત્રણ ભાઈઓના પરિવારના 10 સભ્યો મોતના ખપ્પરમાં હોમાઈ જતાં હાહાકાર મચી ગયો હતો. ભુજના જ્યેષ્ઠાનગર અને સંસ્કારનગરમાં રહેતા રમેશ ગીરધર કોટિયા (ધોબી) અને તેમના ભાઈ અશોક તથા દિનેશના ભાઈનો પરિવાર બપોરે 3 વાગ્યાના આસપાસ ભુજથી ઈનોવા કાર ભાડે કરીને મોગલ માતાજીના દર્શને જવા નીકળ્યો હતો.

8

ભચાઉ તાલુકાના ચીરઈ નજીક સેન્ચુરી પ્લાય પાસેના માર્ગ મીઠું ભરીને જઈ રહેલા ટ્રેઈલરના ટાયરમાં પંક્ચર પડતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો. જેને કારણે ડિવાઈડર કુદી ટ્રેઈલર ઈનોવા કાર પર પટકાયું હતું. તે દરમિયાન પાછળથી દોડી આવતું અન્ય એક ટ્રેઈલર કારના પાછળના ભાગે ધડાકાભેર ભટકાતાં લોકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

  • હોમ
  • ગુજરાત
  • ભચાઉ: કાર-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એક જ પરીવારના 10નાં મોત, મૃતદેહો JCBથી બહાર કઢાયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.