✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

LRD પરીક્ષાઃ પરીક્ષાર્થીઓએ લેવી પડશે STની ટિકિટ, જાણો કઇ વાતનું રાખવું પડશે ધ્યાન?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Dec 2018 08:23 AM (IST)
1

2

ઈબીટીએમમાં કંન્ડક્ટરો શૂન્ય ટિકિટ ઈશ્યુ કરવા માટે LRD EXAM ઓપ્શન પસંદ કરીને આપવાની રહેશે. તેના માટે પરીક્ષાર્થીના ઓરિજિનલ ફોટો આઈડી ચેક કરવાના રહેશે. કોલ લેટરનો નંબર નાંખી રૂટની વિગતો સાથે ટિકિટ ઈશ્યું કરવાની રહેશે.

3

STની મુસાફરી દરમિયાન જે તે ઉમેદવારે ટિકિટ લેવાની રહેશે, પરંતુ આ ટિકિટ શૂન્યની હશે. ઉમેદવારોના આવવા જવાનું ભાડું રાજ્ય ભરતી બોર્ડ દ્વારા ચૂકવવામાં આવશે. એટલે કે ST વિભાગ દ્વારા શૂન્યની ટિકિટ આપી મુસાફરી કરાવશે.

4

ગાંધીનગરઃ પેપર લીક થવાના કારણે રદ થયેલી લોકરક્ષક દળની પરીક્ષાનું 6 જાન્યુઆરીએ યોજાશે. એક જિલ્લામાંથી દૂરના જિલ્લામાં પરીક્ષા આપવા જતાં પરીક્ષાર્થીને મફત આવવા જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે ફરીથી પરીક્ષા આપવા માટે ઉમેદવારો માટે આવવા જવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે, જેમાં ST બસની સુવિધા કરવામાં આવી છે, ત્યારે ઉમેદવારોએ નિશૂલ્ક પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે STની વ્યવસ્થા કરવામાં આવી છે.

5

પરીક્ષા આપવા જનારાના બસના ભાડાને ભરતી બોર્ડ દ્વારા ચૂકવવામાં આવશે. 5 અને 6 જાન્યુઆરીની મુસાફરીના વિનામૂલ્યે ઓનલાઈન- ઓફલાઈન બુકિંગ અને ડેપોવાઈઝ સમરી રક્ષાશક્તિ યુનિવર્સિટીને મોકલવી પડશે. તમામ પરીક્ષાર્થીઓએ પોતાની પાસે કોલ લેટર અને આઇકાર્ડ રાખવું ફરજીયાત રહેશે.

  • હોમ
  • ગુજરાત
  • LRD પરીક્ષાઃ પરીક્ષાર્થીઓએ લેવી પડશે STની ટિકિટ, જાણો કઇ વાતનું રાખવું પડશે ધ્યાન?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.