મોદીના કાર્યક્રમમાં ભાગ લઈને જતી સુરતની મહિલા કાર્યકરોની બસને નડ્યો અકસ્માત, જાણો કેટલી કાર્યકર થઈ ઘાયલ ?
અમદાવાદઃ અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય મોરચાના સંમેલનમાં ભાગ લીધા બાદ ઘરે પરત ફરી રહેલા મહિલા કાર્યકરોની બસને અકસ્માત નડ્યો હતો. મળતી વિગતો અનુસાર, ગાંધીનગરના ત્રિમંદિર ખાતે યોજાયેલા ભાજપના રાષ્ટ્રીય મોરચાનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અકસ્માતને પગલે હાઈવે પર બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો. જો કે બંદોબસ્તમાંથી પાછી ફરી રહેલી ખેડા પોલીસની ટીમે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. દરમિયાન વિવેકાનંદનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
આ સંમેલનમાં ભાગ લીધા બાદ સુરતની મહિલા કાર્યકરોને લઈને જઈ રહેલી લક્ઝરી બસ અને રોડની સાઇડમાં પંક્ચરને કારણે ઊભેલી ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં દસથી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ, ઉધનાના ધારાસભ્ય વિવેક પટેલ ગંભીર હાલતમાં નડિયાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અન્ય ઈજાગ્રસ્તોને અમદાવાદની સારવાર વી. એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -