જૂનાગઢ: માણાવદરમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો
પરંતુ વહેલી સવારથી જ મેઘરાજા મૂશળધાર તૂટી પડ્યા હતા. આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે માણાવદરમાં 6 કલાકમાં જ 11 ઈંચ વરસાદ ખાબકતાં માણાવદરના મોટાભાગના વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. ભારે વરસાદથી વંથલીના નરેડી પાસે રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢ: છેલ્લા એક અઠવાડિયાથી પણ વધારે સમયથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે વહેલ સવારથી જ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ભારે વરસાદના કારણે માણાવદરમાં 6 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતાં વરસતા સમગ્ર શહેર પાણીથી લથપથ થઇ ગયું છે. મેંદરડામાં 6 ઈંચ, વંથલીમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
આ ઉપરાંત જૂનાગઢમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભેંસાણ અને વિસાવદરમાં 1 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો.
મેંદરડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે વથંલીમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. કેશોદમાં 4 ઈંચ, માળિયા હાટીનામાં 4 ઈંચ અને માંગરોળમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે રોડ પર પાણી ફરી વળ્યું છે અને રસ્તાઓ તૂટી ગયા છે.
જૂનાગઢના માણાવદરમાં 6 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના ગામડાંઓમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. 11 ઈંચ વરસાદથી માણાવદર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. માણાવદરમાં રાતથી શરૂ થયેલી મેઘસવારી આજે પણ સવારે ચાલુ રહેતા લોકોમાં ખુશી વ્યાપી ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -