વાપીઃ ઉશ્કેરાયેલ વ્યક્તિએ માસુમ બાળકને ગોળી મારી
સુરજાના પિતા રાકેશ પાંડેએ જણાવ્યું કે, સ્કૂલમાં વેકેશન હોવાથી પુત્ર મિત્રો સાથે ઘર નજીક આવેલા કેરીના ઝાડ છે ત્યાં કેરી તોડ્યા બાદ પરત આવતો હતો ત્યારે તેના પર ગોળીથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સુરજના આંતરડામાં 12 જેટલા હોલ થયા હોવાનું તબીબે જણાવ્યું હતું. આ ગોળી કોણે ચલાવી તે ચોક્કસ કહી ન શકાય પણ ખાન બંધુઓના ઘરમાંથી જ હુમલો થયો હોઇ શકે. જેથી આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય એ જરૂરી છે.
ડુંગરાના પીએસઆએ જણાવ્યું કે, હાલ સેલવાસ પોલીસ મથકથી ટપાલ દ્વારા આ ઘટનાની જાણ થઈ છે. પીડિત સુરજના પિતાના નિવેદન લેવા બાદ સ્થળ તપાસ કરી ફાયરિંગ કરનાર ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હોસ્પિટલમાં ખબર પડી કે કોઈ સુરજ પર એરગનથી હુમલો કર્યો હતો. સુરજના શરીરમાં 12 હોલ થઈ ગયા હતા. આ અંગે સેલવાલ પોલીસે 0 નંબરથી ડુંગરા પોલીસને 26 એપ્રિલના રોજ ફરીયાદ ટ્રાન્સફર કરી હતી. જોકે ડુંગરા પોલીસે આ મામલે કોઈ કાર્રવાઈ ન કરતાં અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે. એક માણસ માત્ર કેરી તોડવા જેવી બાબતે ઉશ્કેરાઈને ગોળી મારી શકે તે કેટલી હદે સમાજ માટે ખતરારૂપ હોઈ શકે તે આ ઘટના રથી ખબર પડે છે.
ડુંગરા સ્થિત વિજય નગરના રવિ ટેરેસમાં રહેતો સુરજ રાકેશ પાંડે (ઉ.12) તેના મિત્ર રાહુલ વર્મા સાથે બપોરના સમયે ઘરની બાજુમાં આવેલા કેરીના ઝાડ પરથી કેરી તોડવા ગયો હતો. જ્યાં 2 કેરી તોડ્યા બાદ તે ઘરે જવા નિકળતા અચાનક તેના શરીરના ડાબી સાઇડે પેટની નીચેના ભાગે કોઇએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હોવાનો આભાસ થતા સુરજે કપડા ઉંચા કરી જોતા તે ભાગથી લોહી નીકળવાનું શરૂ થતા મિત્ર સાથે ઘરે ભાગ્યા હતા. ઘરે લોહી નીકળતું જોઈ પિતા રાકેશ પાંડે ગભરાઈ ગયા હતા અને સારવાર અર્થે સેલવાસની વિનોભાવે હોસ્પિટલ લઈ ગયા હતા.
વાપીઃ વાપીના ડુંગરા સ્થિત એક બાળક પર કેરી તોડવા જેવી નજીવી બાબતે કોઈએ એરગનથી ગોળી મારતા ચકચાક મચી જવા પામી છે. જોકે ગોળી કોણે ચલાણી તે અંગે કોઈ જાણકારી મળી નથી. પોલીસે પણ આવા ગંભીર મામલે કોઈ પગલા ભર્યા નથી જે ખૂબ જ આશ્ચર્યજનક કહી શકાય તેમ છે.