ગુજરાતમાં પણ ગોરખપુરકાંડ, એમ્બયૂલંસમાં ઓક્સીજન ખુટી જતા 19 માસના બાળકનું મોત

અમદાવાદ: ઉત્તરપ્રદેશની ઘટનાના પડઘા હજી શાંત નથી થયા ત્યાં અમદાવાદમાં ઓક્સિજનના અભાવે 19 મહિનાના બાળકે જીવ ગુમાવ્યો છે.લીંબડી ગામના 19 માસના બાળકને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો.
બાળકની તબિયત લથડતા હોસ્પિટલના સત્તાધીશો દ્વારા અસારવા સ્થિત હોસ્પિટલમાં બાળકને ખસેડવા સલાહ આપવામાં આવી હતી. બાળકને લઈને જે એમ્બ્યુલન્સમાં જવાનું હતું તે જ એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની અડધી બોટલ મુકાતા જરૂરિયાતના સમયે બાળકને પૂરતો ઓક્સિજન ન મળ્યો અને રસ્તામાં બાળકનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરના લીંબડી ગામે વસતાં પ્રવિણ પગીના બાળકને સ્વાઇનફલુનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેને સોલા ખાતેની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યુ હતુ..ત્રણ દિવસની સારવારમાં નર્સ અને હોસ્પિટલના તબીબોએ ઉદ્ધત વર્તન કર્યા બાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની સલાહ તબીબોએ આપી હતી.