ટ્રક હડતાળ: શાકભાજીનાં ભાવમાં 25 ટકાનો વધારો, સૌરાષ્ટ્રના યાર્ડોમાં 100 કરોડનું ટર્નઓવર ઠપ્પ
પેટ્રોલ-ડીઝલના ભાવ જીએસટીમાં લાવવા માટે, થર્ડ પાર્ટી ઈંશ્યોરન્સના વધેલી કિંમત ઓછી કરવા અને ટોલ ટેક્સ બંધ કરવા જેવી માંગ સાથે ચાલી રહેલી ટ્રાંસપોર્ટરોની હડતાળ પાંચમાં દિવસે પણ યથાવત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રાંસપોર્ટ્સની હડતાળને કારણે અનેક નિકાસકારોના કન્સાઈનમેંટ અટવાયા છે. દૂધ અને શાકભાજીના પૂરવઠાને અસર થતાં તેની સીધી અસર ભાવો પર પડી, તહેવારો પહેલા કાપડ ઉદ્યોગને પણ હડતાળથી માઠી અસર થઈ છે.
ટ્રક હડતાળથી ઉદ્યોગોને તાળા મારવાની નોબત આવી છે. સિરામિકના 20 હજાર ટ્રક ભરાય તેટલા માલનો ગોડાઉનમાં ભરાવો થઈ ગયો છે. મોરબીમાં દૈનિક ચાર હજાર ટ્રકોનું લોડિંગ બંધ થતાં રૉ મટીરિયલ્સ ખતમ થવાને આરે છે. ટ્રાંસપોર્ટ હડતાળના કારણે સિરામિક ઉદ્યોગોનું દૈનિકનું ટર્ન ઓવર ઠપ્પ થઈ ગયું છે.
નવી દિલ્હી: ટ્રક હડતાળનો આજે પાંચમો દિવસ છે. ટ્રક ઓપરેટરોની દેશવ્યાપી હડતાળ યથાવત છે. ટ્રાંસપોર્ટ હડતાળના કારણે સુરતના ઉદ્યોગોના 2100 કરોડની માલની રવાનગી અટકી પડી છે. સામાન્ય દિવસોમાં કાપડ ઉદ્યોગમાંથી દૈનિક 125 કરોડનો માલ અને હજીરાના ઉદ્યોગોમાંથી દૈનિક 400 કરોડનો માલ ડિસ્પેચ થાય છે. કાપડ બજારમાં 125 કરોડથી વધુની ડિસ્પેચ પર બ્રેક લાગી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -