નડિયાદ: ફાર્મ હાઉસમાં 33 નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા, યુવાનો શ્રીમંત ઘરના હોય તેવી શંકા?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Nov 2018 01:43 PM (IST)
1
એલસીબીને બાતમી મળી હતી તેના આધાર પર દરોડો પાડ્યો હતો. 33 નબીરાઓ નડિયાદ શહેરના અને શ્રીમંત ઘરના હોવાનું જાણવા મળ્યું છે.
2
આ રેડમાં પોલીસે બિયરના ટીન, હુક્કા ફલેવર, ભવ્ય કાર, 13 બાઈક, 8 કાર, 5 દારૂની બોટલ, 30 મોબાઇલ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ બાદ તમામ નબીરાઓને મેડિકલ ચેકઅપ માટે સરકારી હોસ્પિટલમાં મોકલાયા હતા. ફાર્મહાઉસના પાછળના ભાગમાં શંકાસ્પદ બે નિસરણી મળી આવતાં લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
3
ગુજરાતમાં દારૂબંધીના નામે સૌથી વધુ દારૂ પીવાય છે તે જગજાહેર છે. દારૂબંધીની ‘ઐસી કી તૈસી’ કરતો કિસ્સો સામે આવ્યો છે. નડિયાદના ફતેહપુરાનાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 33 નબીરાઓ રંગેહાથે ઝડપાઈ ગયા છે. શનિવારે અડધી રાત્રે LCBએ દરોડા પાડી દારૂની મહેફિલ માણતા 33 નબીરાઓને ઝડપી પાડ્યા છે.