ડીસા: લગ્નના આગલા દિવસે જ અકસ્માતમાં યુવતી-પિતાનું મોત, ભાઈના લગ્ન માતમમાં ફેરવાયા
અકસ્માત બાદ ટ્રેલરમાં લાગેલી આગના કારણે અગનજ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે તાત્કાલિક ફાયર અને પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ત્યાર બાદ આગને કાબુમાં લઈ સ્ટેટ હાઈવે પર વાહનોની અવર-જવર ફરી ચાલુ કરવામાં આવી હતી. મૃતદેહોને પોલીસે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી હતી.
અકસ્માતના કારણે લગ્નનો માહોલ માતમમાં છવાઈ ગયો છે. પુત્રના લગ્ન બાદ જ થયેલા અકસ્માતના કારણે પરિવાર અને સગામાં શોકનો માહોલ છે. મુરાદખાન પઠાણ, આશાબાનું પઠાણ, અજાણ્યો ટ્રક ડ્રાઈવર અને કંડક્ટરનું ત્રિપલ અકસ્માતમાં મોત નિપજ્યું છે.
પોતાના પુત્ર આરીફના લગ્ન કરી પરત ફરી રહેલા સ્વીફ્ટ કારમાં બેઠેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે માતા ગંભીર છે. જે પુત્રીનું મોત થયું છે તેના આજે લગ્ન હતા. જ્યારે ભાઈના લગ્ન કરી પરિવાર પરત ફરી રહ્યો હતો.
આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બે ટ્રેલર અને સ્વીફ્ટ કાર વચ્ચે થયો હતો. અકસ્માત થતાં જ ટ્રેલરમાં આગ લાગી હતી. જેના કારણે ડ્રાઈવર અને ક્લિનર જીવતા ભડથું થઈ ગયા હતા.
ડીસા: ડીસાના મંડાર હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવર અને ક્લીનર જીવતા ભડથું થઈ ગયા હતાં. જ્યારે અકસ્માતમાં આવેલી સ્વીફ્ટ કારમાં સવાર પિતા-પુત્રીના મોત નિપજ્યા હતાં. જ્યારે માતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અકસ્માતમાં એક સાથે 4 લોકોનાં મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ છે. જોકે આ પરિવાર લગ્નમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો.