ભાજપના કયા નેતા કોંગ્રેસમાં જોડાયાના ગણતરીના કલાકોમાં પાછા ભાજપમાં જોડાયા, જાણો વિગત
સુંદરસિંહ ચૌહાણે પક્ષમાં થઈ રહેલી અવગણનાને કારણે તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું જેમાં તેમણે લખ્યું હતું કે, હું ખેડૂત છું અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી તરીકે 4 ટર્મથી ધારાસભ્ય તરીકે સેવા કરી હતી પરંતુ ભાજપ સરકારની સતત ખેડૂત વિરોધ નીતિઓને કારણે અને ખેડૂતોની સતત અવગણના થવાના કારણે હું પક્ષમાંથી સભ્યપદેથી રાજીનામું આપું છું. જોકે તેમના આ નિવેદનના ગણતરીના કલાકોમાં તેમણે ફરી ભાજપમાં જોડાવવાનું નક્કી કરી લીધું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ સરકારમાં ચાર ટર્મના ધારાસભ્યપદ કાળ દરમિયાન અગાઉ શ્રમ અને રોજગાર મંત્રી ઉપરાંત સંસદીય સચિવના પદ પર રહી ચૂકેલા અને મહેમદાવાદ બેઠકના પૂર્વ ધારાસભ્ય સુંદરસિંહ ભલાભાઈ ચૌહાણ પોતે કોંગ્રેસમાં જોડાયા હોવાની વાત હજુ 36 કલાક અગાઉ જ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રુમખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કરી હતી.
નડિયાદ: ચરોતરમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણ 48 કલાક અગાઉ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતાં અને જેની શાહી સુકાઈ પણ નહોતી ત્યાં તો ફરી સુંદરસિંહ ચૌહાણ ભાજપમાં રાજકીય ગુલાંટ લગાવી હતી. ભાજપમાં પરત ફરતા લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું અને સુંદરસિંહની ચર્ચાઓ થવા લાગી હતી.
નડિયાદ ખાતે ગુરૂવારે રાત્રે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં સુંદરસિંહ ચૌહાણે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મને છેતરીને કોંગ્રેસમાં લઈ જવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -