ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યે 40 લાખ રૂપિયાની ખંડણી માગી હોવાની ફરિયાદ નોંધાઈ? જાણો વિગત
ઓડીયો ક્લીપની સત્યાર્થતા FSL દ્વારા પ્રસ્થાપિત થશે જે દૂરની વાત છે ધારાસભ્ય વિરુદ્ધ ખંડણી માંગવાના થયેલ આક્ષેપને પગલે બંને જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએ ડિવિઝનમાં હડીયોલના હસમુખભાઇ મગનભાઇ પટેલે બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વિરુદ્ધ રૂ. 40 લાખની ખંડણી માંગી હોવાની કરેલ લેખિત ફરિયાદની વિગત એવી છે કે હસમુખભાઇ પટેલ ફીશરીઝનો ધંધો કરે છે અને વર્ષ 2017 ની સાલમાં વાત્રક ડેમનુ ટેન્ડર ભરતા સૌથી ઉંચુ ટેન્ડર હોઇ તેમને ઇજારો સોંપવામાં આવ્યો હતો અને તેઓ કામ ચલાવતા હતા.
હિંમતનગર તાલુકાના હડીયોલ ગામમાં રહેતા હસમુખભાઇ મગનભાઇ પટેલે વાત્રક ડેમમાંથી માછીમારીનો ઇજારો લીધા બાદ શાંતિથી માછીમારીનો ધંધો કરવા દેવા માટે બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રૂ. 40 લાખની ખંડણી માગી હોવા અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ અને ઓડીયો રેકોર્ડીંગ આપતા ખળભળાટ મચી ગયો છે.
2017 ની ચૂંટણીમાં બાયડ-માલપુર વિધાનસભા બેઠક પર ચૂંટાઇ આવેલ ધવલસિંહ ઝાલાએ ગામ લોકોને ઉશ્કેરીને કામ બંધ કરાવી દીધેલ અને તમારે શાંતિથી કામ કરવુ હોય તો અમોને સાચવવા પડશે તેમ કહી સાચવવાના ભાગરૂપે રૂ. 40 લાખની ખંડણી માગી હોવાના ગંભીર આક્ષેપ સાથે હસમુખ મગન પટેલે ધારાસભ્યએ રૂ.40 લાખની કરેલ માગણીવાળુ કથિત ઓડીયો રેકોર્ડીંગ પણ એ ડિવિઝન પોલીસને ફરિયાદની સાથે સોંપતા ખળભળાટ મચી ગયો છે.
હિંમતનગરઃ ગુજરાત કોંગ્રેસના ઉભરી રહેલા નેતા અને બાયડ-માલપુર વિધાનસભાના ધારાસભ્ય સામે ખંડણી માગવાની ફરિયાદ નોંધાઇ છે. આ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા છે, જેઓએ એક ફિશરીચના વેપારી પાસેથી 40 લાખ રૂપિયા ખંડણી પેટે માંગ્યા છે, જેની ઓડિયો ક્લિપ પણ પોલીસને સોંપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -