ગુજરાતના આ 8 સ્ટેટ હાઈવે બનશે હવે નેશનલ હાઈવે, જાણો

12000 કરોડના ખર્ચે બનનારા નેશનલ હાઇવે 1) ઉના-ધઝારી બાબરા- અમરેલી- જસદણ, ચોટીલા, 2) નાગેશ્રી-ખાંભા-ચલાલા-અમરેલી, 3) પોરબંદર-જામજોધપુર-કાલાવડ, 4) આણંદ-કઠલાલ-કપડવંજ-બાયડ-ધનસુરા-મોડાસા
5) લખપત-ધોળાવીરા-ગઢુલી-હાજીપાર-ખાવડા-ધોળાવીરા-મોવાડા-સાંતલપુર, 6) ખંભાળિયા-અડવાણા-પોરબંદર, 7) ચિત્રોડા-રાપર-ધોળાવીરા, 8) ખંભાળિયા-ભાણવડ-રાણાવાવ
ભરૂચઃ નર્મદા નદી પર ભરૂચ પાસે બંધાયેલા દેશના સૌથી બા કેબલ સ્ટેઇડ બ્રિજને ખુલ્લો મૂકતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના આઠ સ્ટેટ હાઇવેને નેશનલ હાઇવે તરીકે પરિવર્તિત કરવાની રૂ. ૧૨ હજાર કરોડની મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી હતી.
ઉપરાંત તેમણે દેશના દરિયાકિનારાને જળમાર્ગે જોડતી સાગર ભરૂચ પાસેના ભાડભૂત આગળ નર્મદા નદી પર વિયર બનાવવામાં આવશે અને ભરૂચથી કેવડિયા કોલોની સુધી જળમાર્ગ વિકસશે, જેના થકી પ્રવાસનને વેગ મળશે એવી પણ જાહેરાત કરી હતી. આગળ વાંચો ક્યા સ્ટેટ હાઈવે બનશે નેશનલ હાઇવે.