ભરૂચઃ રૂપાણી પ્રવચન આપવા ગયા કે નીતિન પટેલ તેમની ખુરશીમાં ગોઠવાઈ ગયા, પછી શું કર્યુ? જાણો વિગત
મોંઘવારી ડામવામાં ભાજપ સરકાર સફળ રહી હોવાનો દાવો કરતા તેમણે જણાવ્યું હતું કે 5 રાજયોની ચૂંટણીમાં મોંઘવારીનો મુદો કયાંય જોવા મળતો નથી. એનો સીધો મતલબ એ થાય છે કે કેન્દ્ર સરકાર સફળ કામગીરી કરી રહી છે. નોટબંધીને વિશ્વએ આવકારી છે. તેની સારી અસરો સમાજ પર જોવા મળશે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી શ્રેષ્ઠ ગણાતા દહેજ સેઝમાં અત્યાર સુધીમાં 40000 કરોડથી વધુ મૂડી રોકાણ આવ્યું છે. સેઝ સંપૂર્ણ કાર્યરત થતાં 8 લાખ લોકોને રોજગારી મળશે. ઉઘોગોને વેગ આપવા રેલવે, બંદર સહિતની માળખાકીય સુવિધા વધારાઇ રહી છે.
બાદમાં જ્યારે રૂપાણી ભાષણ પૂરૂ કરીને પરત ફર્યા ત્યારે તરત જ નીતિન પટેલે સીએમની ખુરશી ખાલી કરી દીધી હતી અને પુનઃ પોતાની ખુરશી પર જતાં રહ્યાં હતા. નીતિન પટેલની આ ગતિવિધિ કેમેરામાં કેદ થઇ ગઇ હતી, તેમજ અનેકનું ધ્યાન એ દિશામાં દોર્યું હતું.
ભરૂચઃ દેશનો સુધી લાંબો એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટે બ્રિજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મક્તમપુર ખાતે સભાખંડ થી ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે મોદીના ભાષણ પહેલાં સીએમ રૂપાણી ભાષણ આપવા માટે ઉભા થયા હતા. જોકે જેવા જ રૂપિયા ભાષણ આપવા ઉભા થયા કે તરત જ મોદી સાથે અંગત વાત-ચીત કરવા માટે નીતિન પટેલ ઉભા થયા હતા અને સીએમ માટે ગોઠવવામાં આવેલી ખુરશી પર બેસી ગયા હતા.