ABP ન્યૂઝ સર્વે: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ-કૉંગ્રેસને મળશે કેટલી બેઠકો ? જાણો વિગતે
2014માં ગુજરાતમાં ભાજપે ક્લિનસ્વીપ કર્યું હતું અને રાજ્યની તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 182 બેઠકો પર ચૂંટણી થઈ હતી જેમાં ભાજપ 100ના આંકડાથી દૂર રહી હતી. એબીપી ન્યૂઝના સર્વે મુજબ ગુજરાતમાં ભાજપ માટે રાહતના સમાચાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસર્વે મુજબ, વોટ શેર મામલે ભાજપ કૉંગ્રેસ કરતા ખૂબ આગળ છે. આ ચૂંટણીમાં ભાજપને 54.1 ટકા અને કૉંગ્રેસને 39.1 ટકા વોટ શેયર મળવાનું અનુમાન છે. જ્યારે અન્યને 6.8 ટકા વોટ મળી શકે છે.
નવી દિલ્હી: 2019 લોકસભા ચૂંટણીમાં લોકોનું સૌથી વધારે ધ્યાન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાત પર છે. એબીપી ન્યૂઝ સી-વોટર સર્વે મુજબ, આ ચૂંટણીમાં ભાજપ કૉંગ્રેસ કરતા આગળ છે. રાજ્યની 26 લોકસભા બેઠકોમાંથી ભાજપને 24 બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે કૉંગ્રેસને માત્ર 2 બેઠકોથી સંતોષ કરવો પડે તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -