ગુજરાતમાં ક્યા સવર્ણોને 10 ટકા ઈબીસી અનામતનો લાભ નહીં મળે?
આ ધારાધોરણો જેમને લાગુ પડતાં હશે તેમને ઈબીસી અનામતનો લાભ મળવા માટે લાયક નથી ગણાયા. મતલબ કે, ઈબીસી અનામતનો લાભ લેવા માટે સવર્ણ જ્ઞાતિના હોવાનો અને આવકનો દાખલો જ માન્ય ગણાશે. એ સિવાય બીજો કોઈ પણ દાખલો માન્ય નહીં ગણાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ)નાં પરિવારો નક્કી કરવા જાહેર કરેલાં ધારાધોરણો પૈકી જે પરિવારની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી હશે એ જ ધારાધોરણનો સ્વીકાર કરાયો છે. આ ધારાધોરણ કરતાં વધારે આવક હશે તેમને ઈબીસી અનામતનો લાભ નહીં મળે.
ગાંધીનગરઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સવર્ણો માટે 10 ટકા ઈબીસી અનામતની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે તેનાં ધારાધોરણો જાહેર કર્યાં છે. આ ધારાધોરણો પ્રમાણે ગુજરાતમાં 1978 પહેલાંથી વસતા હશે એવા સવર્ણ સમાજના આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ)નાં પરિવારોને 10 ટકા ઇબીસી અનામતનો લાભ મળશે.
કેન્દ્ર સરકારે 5 એકરથી ઓછી ખેતીની જમીન ધરાવનારને અનામતનો લાભ મળે એવાં ધારાધોરણ જાહેર કર્યાં છે પણ આ ધોરણોનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો નથી. કેન્દ્રના નિયમોમાં થોડો ફેરબદલ કરાયો છે અને માત્ર વાર્ષિક આવકનું જ ધારાધોરણ લાગુ પડશે. ખેતીની જમીન, રહેણાંક મકાન સહિતનાં અન્ય ધોરણો લાગુ નહીં પડે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -