કચ્છ યૂનિવર્સિટીમાં ABVPના કાર્યકરોની ગુંડાગીરી, શાહી ફેંકી પ્રૉફેસરનું મોં કાળુ કર્યુ, પાંચની ધરપકડ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, ગઇકાલે વિદ્યાર્થી પાંખ ABVP અને પ્રૉફેસર પર કોઇ કારણોસર ઘર્ષણ થયું હતું, બાદમાં ABVPના કાર્યકરોએ પ્રૉફેસરનું મોં શાહીથી કાળુ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
માહિતી પ્રમાણે, ગઇકાલે ABVP ના કાર્યકરો કોઇ વાતને લઇને પ્રૉફેસરના મોં પર શાહી ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો. જેને લઇને પ્રૉફેસર બક્ષીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 15 થી 20 જેટલા કાર્યકરો સામે ફરિયાદ કરી હતી, જેમાં પોલીસે આજે પોલીસે રામ ગઢવી સહિત પાંચ કાર્યકરોની ધરપકડ કરી લીધી છે.
આ નિંદનીય ઘટનાને પગલે શિક્ષણ જગતમાં રોષ ફેલાયો છે, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને નાગર સમાજ દ્વારા ABVP સામે જબરદસ્ત રોષ ફેલાયો છે. આ સંસ્થાઓએ ઘટનાને લઇને કચ્છ કલેક્ટરને આવેદન પત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.
ભૂજઃ કચ્છ યૂનિવર્સિટીમાં એક નિંદનીય ઘટના ઘટની છે. ગઇકાલે વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા પ્રૉફેસરનું મોં કાળુ કરવાનો મામલો સામે આવ્યો છે. ABVPના કાર્યકરોઓ ઉગ્ર થઇને કચ્છ યૂનિવર્સિટીના પ્રૉફેસર પર શાહી ફેંકી મોં કાળુ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -