પંચમહાલ: સબજેલમાં મહિલા સાથે કઢંગી હાલતમાં ઝડપાયો આરોપી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Feb 2018 06:35 PM (IST)
1
કાચા કામનો આરોપી અશોક પાલનપુરી પ્રોહીબિશનના અનેક ગુનામાં જેલમાં બંધ છે. આરોપી પોતાની બેરેકમાંથી ગેરકાયદેસર રીતે બહાર આવી જેલના અન્ય રૂમમાં મહિલા સાથે રંગરેલીયા મનાવતો હોવાનું સામે આવ્યું છે.
2
પંચમહાલ: હાલોલમાં આવેલી સબજેલમાં આરોપી મહિલા સાથે કઢંગી હાલતમાં ઝડપાતા ચકચાર મચી છે. જેલમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન કાચા કામનો આરોપી અશોક પાલનપુરી મહિલા સાથે કઢંગી હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારે પોલીસે મહિલા સહિત જેલકર્મચારીઓની પુછપરછ હાથધરી છે.