આણંદમાં અમૂલના ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ મોદીએ નોંધપોથીમાં શું લખ્યું ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમૂલના ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
પીએમ મોદી સાથે રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે રહ્યાં હતાં
નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે અમૂલના અધિકારીઓ અને વ્યવસ્થાપકોને ચેલેન્જ આપતા કહ્યું હતું કે, અમૂલ અને દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર આપણે કંઈક એવું કરવું જોઈએ અથવા કોઈ લક્ષ્ય સાથે ચાલવું જોઈએ. 75 વર્ષ થવા પર શું આપણે દુનિયાને કોઈ નવી વસ્તુ આપી શકીએ છીએ કે નહીં? હાલ આપણે મિલ્ક પ્રોસેસિંગમાં વિશ્વમાં દસમાં નંબર પર છીએ. હું અમૂલના અધિકારીઓને કહું છું કે તેઓ સંકલ્પ કરે અને આઝાદીના 75માં વર્ષ નિમિત્તે તેઓ ત્રીજા નંબરે પહોંચીને બતાવે. મારા માનવા પ્રમાણે આ કામ મુશ્કેલ નથી.
અમૂલ એક વૈશ્વિક ઓળખ છે અને વિદેશમાં પણ અમૂલની માગ વધી છે. અમૂલ એક વૈકલ્પિક અર્થવ્યવસ્થાનું મોડલ છે. ડેરી ઉદ્યોગથી ખેડૂતોને નવી આજીવિકા મળી છે તેમ પણ પીએમ મોદીએ જણાવ્યું હતું.
પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા વડાપ્રધાને કહ્યું કે, અમૂલ બ્રાન્ડની વિશ્વના 40 દેશોમાં ઓળખ છે. અમૂલ ઓળખ, પ્રેરણા અને અનિવાર્યતા બન્યું છે. અમૂલ હવે દેશ જ નહીં વિદેશમાં પણ જાણીતા બ્રાન્ડ બની ગઈ છે. અમૂલ એક પ્રેરણા જ નહીં પરંતુ અનિવાર્ય બની ગયું છે.
આણંદઃ પીએમ મોદી રવિવારે એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે આણંદના મોગર ગામ સ્થિત રૂ. 300 કરોડના ખર્ચે તૈયાર થયેલા અમૂલના ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્લાન્ટની મુલાકાત લીધા બાદ તેમણે નોંધપોથીમાં ગુજરાતીમાં સંદેશ લખ્યો હતો.
અમૂલના ચોકલેટ પ્લાન્ટ ઉપરાંત મોદીએ અમૂલના જ અન્ય પાંચ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ નવા પ્રોજેકટોથી રાજયના દૂધ ઉત્પાદકોને રૂપિયા 1500 કરોડની વધુ આવક થશે. મોદીએ લોકાર્પણ કરેલા વિવિધ છ પ્રકલ્પોમાં અમૂલ ડેરીમાં રૂપિયા 300 કરોડના ખર્ચે અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ, રૂપિયા 450 કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે અમૂલ ફેડ ડેરીના મિલ્ક પાવડર પ્લાન્ટનો સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -